હનિમૂન મનાવી રહેલી પ્રિયંકા ચોપડાની તસવીર વાયરલ

News18 Gujarati
Updated: December 31, 2018, 7:34 AM IST
હનિમૂન મનાવી રહેલી પ્રિયંકા ચોપડાની તસવીર વાયરલ

  • Share this:
બોલીવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા હાલ પતિ નિક જોનસ સાથે હનિમૂન મનાવી રહી છે. લગ્ન અને રિસેપ્શન પતાવ્યા બંને હાલ એકબીજા સાથે સમય વિતાવી રહ્યાં છે. હાલ બંને સ્વિત્ઝર્લેન્ડમાં હનિમૂન મનાવી રહ્યાં છે. બંને પોતાના સોશિયલ મીડિયા સાઇટ્સ પર વારા ફરતી તસવીરો શેર કરી રહ્યાં છે. આવી જ એક તસવીર પ્રિયંકાએ શેર કરી છે, જે હાલ વાયરલ થઇ છે.

વાયરલ થયેલી તસવીરમાં નિક જોનાસ અને પ્રિયંકા હળવાશમાં દેખાઇ રહ્યાં છે. આ સુંદર તસવીર જોઇને તમે ખુદ અંદાજ લગાવી શકો છો કે બંને કેટલા ખુશ છે. વાયરલ થયેલી તસવીરને અત્યારસુધીમાં ત્રણ લાખથી વધુ લોકોએ લાઇક કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ હોલીડે પહેલા પ્રિયંકાએ નિક જોનાસની ફેમિલી સાથે ક્રિસમસ પાર્ટીની ઉજવણી કરી હતી.

 
 
View this post on Instagram
 

Happiness in the mountains ⛰ ❤️💕


A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


વર્ષ 2018ને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે, પરંતુ વર્ષ 2018 બી ટાઉનમાં લગ્નને લઇને ભારે ચર્ચામાં રહેશે. જેમાંથી એક એટલે પ્રિયંકા અને નિક જોનસના લગ્ન. બંનેએ ધામધૂમ પૂર્વક લગ્ન કર્યા. જેમાં દેશ સહિત દુનિયાભરમાંથી જાણી ફિલ્મી અને રાજકારણી હસ્તીઓ હાજર રહી હતી. જેમાં વડાપ્રાધન મોદીનો પણ સમાવેશ થાય છે.
First published: December 30, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading