Home /News /entertainment /પૂનમ પાંડેની મુંબઈ પોલીસે કરી ધરપકડ, બોયફ્રેન્ડ સાથે લૉકડાઉનમાં ફરવું પડ્યું મોંઘું, કાર પણ જપ્ત

પૂનમ પાંડેની મુંબઈ પોલીસે કરી ધરપકડ, બોયફ્રેન્ડ સાથે લૉકડાઉનમાં ફરવું પડ્યું મોંઘું, કાર પણ જપ્ત

મરીન ડ્રાઇવ એરિયામાં પૂનમ પાંડે અને તેનો બોયફ્રેન્ડ કોઈ કારણ વગર BMW કારમાં બહાર ફરી રહ્યા હતા

મરીન ડ્રાઇવ એરિયામાં પૂનમ પાંડે અને તેનો બોયફ્રેન્ડ કોઈ કારણ વગર BMW કારમાં બહાર ફરી રહ્યા હતા

    મુંબઈઃ મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે (Poonam Pandey) અને તેના બોયફ્રેન્ડ સૈમ અહમદની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. તેની ઉપર લૉકડાઉન (Lockdown)ના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. મળતી જાણકારી મુજબ, પૂનમ પાંડે અને તેનો એક સાથી કોઈ કારણ વગર બહાર ફરી રહ્યા હતા. મુંબઈની મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં બંનેની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમની ઉપર આઈપીસીની કલમ 188, 269 અને 51(B) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પૂનમ અને તેના બોયફ્રેન્ડ સૈમ પર સરકારી આદેશના ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

    મળતી જાણકારી મુજબ, પૂનમ પાંડે મરીન ડ્રાઇવમાં પોતાના બોયફ્રેન્ડ સૈમ અહમદની સાથે લૉકડાઉનનો નિયમ તોડીને ફરી રહ્યા હતા. બંને ફરી રહ્યા હોવાની જાણકારી મળતાં પોલીસે તેમની BMW કાર (MH 04 FA 2456)ને જપ્ત કરી અને બંને સામે કેસ નોંધ્યો.

    પૂનમ પાંડે હાલમાં જ લૉકડાઉન દરમિયાન પોતાના બોયફ્રેન્ડની સાથે અનેક તસવીરો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર પોતાના બોયફ્રેન્ડની સાથે એક તસવીર શૅર કરી હતી. ત્યારબાદ પૂનમની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. ફોટોમાં પૂનમ બોયફ્રેન્ડને કિસ કરતી જોવા મળી હતી.








    View this post on Instagram





    Caption this.


    A post shared by Poonam Pandey (@ipoonampandey) on





    આ પણ વાંચો, અનુષ્કાની વિરાટને કિસ કરતી તસવીર વાયરલ, સ્વિત્ઝરલેન્ડમાં આવી રીતે માણ્યું વેકેશન

    કોરોના વાયરસના આ કહેર વચ્ચે પ્રેમમાં ડૂબેલા આ લવ-બર્ડ પોતાના ચહેરા પર રૂમાલ બાંધેલા જોવા મળ્યા હતા. પરંતુ આ વખતે પૂનમે જે કર્યું છે તેના કારણે તેની સામે પોલીસ કેસ નોંધાઈ ગયો છે.

    પોતાના બોલ્ડ અંદાજ માટે પૂનમ પાંડે અનેકવાર ચર્ચામાં રહી છે. 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા પર ટીમ ઈન્ડિયા માટે ન્યૂડ થવાની વાત કહીને પૂનમ ખૂબ ચર્ચામાં આવી હતી.

    આ પણ વાંચો, ઋષિ કપૂરે પોતાના મોતને લઈ વર્ષો પહેલા કરી હતી ભવિષ્યવાણી! જાણો હકીકત

    " isDesktop="true" id="981005" >

     
    First published:

    विज्ञापन
    विज्ञापन