ફિલ્મ મેકર અનુરાગ કશ્યપની મુશ્કેલી વધી, અભિનેત્રી પાયલ ઘોષે યૌન શોષણનો આરોપ લગાવ્યો

News18 Gujarati
Updated: September 19, 2020, 11:31 PM IST
ફિલ્મ મેકર અનુરાગ કશ્યપની મુશ્કેલી વધી, અભિનેત્રી પાયલ ઘોષે યૌન શોષણનો આરોપ લગાવ્યો
ફિલ્મ મેકર અનુરાગ કશ્યપની મુશ્કેલી વધી, અભિનેત્રી પાયલ ઘોષે યૌન શોષણનો આરોપ લગાવ્યો

અભિનેત્રી પાયલ ઘોષે પીએમને ટેગ કરતા લખ્યું છે કે કૃપા કરીને આની પર એક્શન લો અને દેશને બતાવો કે આ ક્રિએટિવ વ્યક્તિ પાછળ રાક્ષસ છુપાયો છે

  • Share this:
મુંબઈ : બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap)સોશિયલ મીડિયામાં પોતાના બિન્દાસ નિવેદનના કારણે ચર્ચામાં રહે છે. જોકે આ વખતે અલગ કારણોસર ચર્ચામાં આવ્યા છે. અનુરાગ કશ્યપ પર અભિનેત્રી પાયલ ઘોષે (Payal Ghosh) યૌન શોષણનો(Sexual Harassment) આરોપ લગાવ્યો છે. પાયલ નામની અભિનેત્રીએ અનુરાગ કશ્યપ સામે ટ્વિટ કરીને તેની સાથે બળજબરીનો આરોપ લગાવ્યો છે. આ સિવાય તેણે આ ખુલાસા પછી પોતાની સુરક્ષા પણ ખતરામાં ગણાવી છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ન્યાય માટે પીએમને વિનંતી કરી છે.

પાયલ ઘોષે પોતાની ટ્વિટર પોસ્ટ શેર કરતા લખ્યું કે અનુરાગ કશ્યપે મારી સાથે બળજબરી કરી હતી અને ઘણી ખરાબ વર્તુણક કરી હતી. પાયલે પીએમને ટેગ કરતા લખ્યું છે કે કૃપા કરીને આની પર એક્શન લો અને દેશને બતાવો કે આ ક્રિએટિવ વ્યક્તિ પાછળ રાક્ષસ છુપાયો છે. મને ખબર છે કે તે મને નુકસાન પહોંચાડી શકે છે અને મારી સુરક્ષા ખતરામાં છે. પ્લીઝ મદદ કરો.

આ પણ વાંચો - IPL 2020: 437 દિવસ પછી મેચ રમવા ઉતર્યો ધોની, બદલી ગયો લૂક, ફિટનેસના રહસ્ય વિશે કર્યો ખુલાસો

પોતાના ટ્વિટ સાથે અભિનેત્રીએ એક તેલુગુ ન્યૂઝ ચેનલની લિંક પણ શેર કરી છે. આ ચેનલ પર પાયલનો એક વીડિયો ચલાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં પાયલ અંગ્રેજીમાં વાત કરતા અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવી રહી છે. આ સિવાય એ પણ કહી રહી છે કે અનુરાગે તેની સાથે ઘણી ખરાબ વાતો કરી હતી. જેના પર પાયલે જવાબ આપતા કહ્યું હતું કે હું આવી વાતોથી અસહજ અનુભવી રહી છું. આ મામલે હજુ સુધી અનુરાગ કશ્યપની કોઈ પ્રતિક્રિયા આવી નથી.
Published by: Ashish Goyal
First published: September 19, 2020, 11:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading