નતાશાએ મંગેતર સાથે શૅર કરી Throwback Pic, હાર્દિક પંડ્યાએ આવું આપ્યું રિએક્શન

News18 Gujarati
Updated: January 14, 2020, 11:49 AM IST
નતાશાએ મંગેતર સાથે શૅર કરી Throwback Pic, હાર્દિક પંડ્યાએ આવું આપ્યું રિએક્શન
દુબઈના બીચ પર ખેંચવામાં આવેલી તસવીરમાં નતાશા બિકીનીમાં જોવા મળી રહી છે, આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે

દુબઈના બીચ પર ખેંચવામાં આવેલી તસવીરમાં નતાશા બિકીનીમાં જોવા મળી રહી છે, આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે

  • Share this:
મુંબઈ : નવા વર્ષે લોકોને ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ બૉલિવૂડ (Bollywood) એક્ટ્રેસ નતાશા સ્ટાનકોવિક (Natasa Stankovic) સાથે સગાઈ કરીને સૌને સરપ્રાઇઝ કરી દીધા હતા. આ અહેવાલ બાદથી બી-ટાઉનના વર્તુળોમાં આ ન્યૂ કપલ હંમેશા ચર્ચામાં રહે છે. બંનેએ સોશિયલ મીડિયા પર રિલેશનશિપની જાહેરાત કરી અને તસવીરો પણ શૅર કરી. આમ તો, હાર્દિક અને નતાશા બંને સોશિયલ મીડિયા (Social Media) પર ઘણા એક્ટિવ રહે છે, પરંતુ હાલમાં નતાશાએ એક જૂની તસવીર શૅર કરી છે, જેની પર હાર્દિક પંડ્યાએ રિએક્શન આપ્યું છે.

નતાશા સ્ટાનકોવિકે પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક થ્રોબેક પિક્ચર (Throwback picture) શૅર કરી છે. આ પિક્ચરમાં તે પોતાના મંગેતર હાર્દિક પંડ્યાની સાથે જોવા મળી રહી છે. આ પિક્ચરમાં નતાશા બિકીન પહેરેલી જોવા મળે છે. આ તસવીર હાર્દિક અને નતાશાની દુબઈ હૉલિડે સમયની છે.
 View this post on Instagram
 

🔥❤️ #throwback😍 @hardikpandya93


A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on


નતાશાએ શૅર કરેલી તસવીર પર હાર્દિક પંડ્યાએ આવી કોમેન્ટ કરી.


આ તસવીરમાં નતાશા અને હાર્દિક એક બીચ પર જોવા મળી રહ્યા છે. નતાશાની આ પોસ્ટ પર ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું પણ રિએક્શન આવ્યું છે. તેણે હાર્ટવાળી ઈમોજી બનાવીને પોતાના પ્રેમને દર્શાવ્યો. હાર્દિક અને નતાશાની આ તસવીર ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

હાર્દિકે પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટાનકોવિચ સાથે સગાઇ કરી


નોંધનીય છે કે, બોલ્ડ અદાઓ માટે જાણીતી નતાશાહે સગાઈ બાદ પોતાની હૉટ તસવીરો પ્રશંસકો સાથે શૅર કરી હતી. નતાશા સર્બિયન મૉડલ છે, જે બિગ બૉસ અને નચ બલિયેનો હિસ્સો રહી ચૂકી છે. તેની સાથે જ તેણે બૉલિવૂડ ફિલ્મોમાં આઇટમ નંબર અને અભિયન પણ કરી ચૂકી છે.

અહેવાલો મુજબ, નતાશા હાર્દિકના પરિવારને મળી ચૂકી છે. જોકે, બંનેમાંથી કોઈએ તેને લઈને સ્પષ્ટપણે કંઈ કહ્યું નહોતું.


આ પણ વાંચો, ટાઇગર શ્રોફે સૌની સામે શર્ટ ઉતાર્યો તો દિશા પટણીને લાગી 'આગ', આપ્યું આવું રિએક્શન
First published: January 14, 2020
વધુ વાંચો
अगली ख़बर