શ્રીદેવીની લાડલી જાહ્નવી અને ખુશી કપૂર જીમમાં 'ઝઘડી' પડી, વીડિયો વહેતો થયો

ખુશી અને જાહ્નવી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે.

જાહ્નવી કપૂર (Janhvi Kapoor) અને તેની નાની બહેન ખુશી ખપૂર (Khushi Kapoor)નો એક વીડિયો ખૂબ ઝડપથી ફરી રહ્યો છે. જેમાં બંને બહેન જીમમાં પરસેવો પાડ્યા બાદ ઝઘડતી જોવા મળે છે.

 • Share this:
  મુંબઈ: દિવંગત અભિનેત્રી શ્રીદેવી (Sridevi) અને બોની કપૂર (Boney Kapoor)ની બંને પુત્રીઓ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. શ્રીદેવીની અભિનેત્રી દીકરી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) અને તેની નાની બહેન ખુશી કપૂર (Khushi Kapoor) સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય રહે છે. બંને પોતાની જાતને ફિટ રાખવા માટે જીમમાં ખૂબ જ પરસેવો પાડે છે. તાજેતરમાં બંને બહેનનો ખૂબ જ પ્રેમાળ વીડિયો વાયરલ (Janhvi Kapoor and Khushi kapoor viral video) થયો છે. જેમાં બંને બહેનો એકબીજા સાથે મસ્તીના અંદાજમાં ઝઘડી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આગની જેમ ફેલાઈ રહ્યો છે. બંને બહેનોની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે.

  જાહ્નવી કપૂર (Janhvi Kapoor) અને તેની નાની બહેન ખુશી કપૂર (Khushi Kapoor)નો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને બહેન જીમમાં પરેસેવો પાડ્યા બાદ મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. આ વીડિયો જાહ્નવી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.  ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયો શેર કરતા જહ્નવી કપૂરે લખ્યું છે કે, "અમે વર્કઆઉટને લઈને ખરેખરે ખૂબ જ ગંભીર છીએ." જોકે, ખુશી અને જાહ્નવીનો આ વીડિયો તેના કેપ્શનથી બિલકુલ અલગ લાગી રહ્યો છે.

  આ પણ વાંચો: નેશનલ ડૉક્ટર દિવસ: અમદાવાદનો ડૉક્ટર પરિવાર, ત્રણ સભ્યોએ કોરોના દર્દીઓને બચાવવા અવિરત સેવા આપી 

  વીડિયોમાં જોઈ શકાય છે કે જાહ્નવીએ રેડ અને પર્પલ રંગના વર્કઆઉટ કપડાં પહેર્યાં છે. જ્યારે ખુશીએ ગ્રે કલરનું ટૉપ અને બ્લેક કલરની લેગિંગ પહેરી છે. બંને પોત પોતાના લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. વીડિયોમાં જાહ્નવી કપૂર તેની નાની બહેન ખુશી કપૂરનો પગ ખેંચતી નજરે પડે છે. તેણી ખુશીને પલટાવવાનો પ્રયાસ કરી રહી છે. આ વીડિયો બંનેના ચાહકોને પણ ખૂબ પસંદ પડ્યો છે.
  આથી જ આ વીડિયો પર ખુશી અને જાહ્નવીના પ્રશંસકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. બંનેની ટ્રેનર નમ્રતા પુરોહિતે આ વીડિયો રેકોર્ડ કર્યો છે.

  આ પણ વાંચો:  મહિલા પ્રિન્સિપાલનો સ્કૂલના જ શૌચાલયમાં આપઘાત, ચાર પાનાની સુસાઇડ નોટ મળી, એવું તો શું થઈ ગયું?

  ફિલ્મોની વાત કરીએ તો જાહ્નવી કપૂર બહુ ઝડપથી ફિલ્મ 'દોસ્તાના-2'માં નજરે પડશે. આ પહેલા જાહ્નવીએ 'ગુંજન સક્સેના', 'ધ કારગીલ ગર્લ', 'રુહી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ખુશી કપૂરે હજુ સુધી બોલિવૂડમાં એન્ટ્રી નથી કરી.
  Published by:Vinod Zankhaliya
  First published: