Home /News /entertainment /200 કરોડ મની લોન્ડ્રિંગ કેસમાં જેક્લીનને મળી મોટી રાહત, આ શરતો પર કોર્ટે આપી જામીન

200 કરોડ મની લોન્ડ્રિંગ કેસમાં જેક્લીનને મળી મોટી રાહત, આ શરતો પર કોર્ટે આપી જામીન

ફોટોઃ @jacquelinef143

મની લોન્ડ્રિંગ કેસમાં ફિલ્મ એક્ટ્રેસ જેક્લીન ફર્નાંડીસને પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા જામીન મળી ગઈ છે. જેમાં ઈડી અને જેક્લીન દ્વારા આ દલીલ કરવામાં આવી હતી.

    મુંબઈઃ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી જેક્લીન ફર્નાંડીસને મોટી રાહત મળી છે. મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રીને 2 લાખ રુપિયાના ખાનગી બોન્ડ અને એટલી જ રકમની જામીનની શરતે જામીન આપ્યા છે. આ મામલે જેક્લીન પહેલા પણ જામીન પર બહાર હતી. 10 નવેમ્બરે કોર્ટમાં એક્ટ્રેસની જામીન પર લાંબી દલિલ થઈ હતી. અભિનેત્રી જેક્લીન ફર્નાંડીસને પટિયાલા હાઉસ કોર્ટ તરફથી જામીન મળી ગયા છે. આ મામલે સુનાવણી બાદ કોર્ટે પોતાના નિર્ણયને સુરક્ષિત રાખ્યો છે.

    આજે પણ કોર્ટ પહોંચી હતી જેક્લીન


    10 નવેમ્બરે કોર્ટમાં સુનાવણી પૂરી થયા બાદ કોર્ટે બીજા દિવસે નિર્ણય આપવાની વાત કહી હતી. જોકે, 11 નવેમ્બરે એક્ટ્રેસની રેગ્યુલર બેલ પર નિર્ણય આવી શક્યો નહતો. આજે કોર્ટ તરફથી એક્ટ્રેસને મોટી રાહત મળી છે. જેક્લીન આજે પોતે પણ વકીલ સાથે પટીયાલા કોર્ટ પહોંચી હતી.

    આ પણ વાંચોઃ Bipasha Karan Daughter: 'દેવી'ને લઈને ઘરે પહોંચ્યા મમ્મી-પપ્પા, વીડિયોમાં જોવા મળી પહેલી ઝલક!

    કોર્ટે ઈડીને લગાવી ફટકાર


    સુનાવણી દરમિયાન દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે ઈન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED)ને ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યુ હતું કે, એજન્સીએ અભિનેત્રી જેક્લીન ફર્નાંડિસ સામે લુકઆઉટ સર્ક્યુલર રજૂ કર્યુ તો પછી તેણીની ધરપકડ કેમ ના કરી. કોર્ટે ગણતરીના લોકો પર કાર્યવાહી કરવાથી લઈને એજન્સીને સવાલ કર્યા છે.

    ઈડીએ જામીનનો કર્યો વિરોધ


    ઈડીએ રેગ્યુલર જામીન સુનાવણી દરમિયાન જેક્લીનની જામીનનો વિરોધ કર્યો છે. ઈડીની તરફથી કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ડિસેમ્બર 2021માં જેક્લીનને દેશ છોડીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. દલિલ દરમિયાન એજન્સીએ કહ્યુ હતું કે એક્ટ્રેસે દેશ છોડીને ભાગવાના તમામ ઉપાય કર્યા કારણકે તેણીની પાસે પૈસાની કોઈ કમી નથી. એજન્સીએ કહ્યુ હતું કે આજે આ મામલે તપાસ ચાલી રહી છે અને એજન્સીએ આ મામલે ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી છે.

    આ પણ વાંચોઃ લગ્નની વર્ષગાંઠ પર દીપિકાની ઓફિસ પહોંચી રણવીરે આપી સરપ્રાઇઝ, ખુશીથી નાચવા લાગી એક્ટ્રેસ

    જેક્લીન તરફથી આ દલિલ રજૂ કરવામાં આવી હતી


    જેક્લીનના વકીલે તેણીની તરફથી દલિલ દરમિયાન કહ્યુ હતું કે એક્ટ્રેસ કામના કારણે અવારનવાર વિદેશ જાય છે, પરંતુ તેણીને વિદેશ જતા રોકવામાં આવી. વકીલે જણાવ્યુ કે તેણી પોતાની માતાને મળવા જઈ રહી હતી. ત્યારે પણ તેણીને રોકવામાં આવી હતી. આ દરમિયાન જેક્લીનને ઈડી તરફથી પરેશાન કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. દલિલ કરવામાં આવી હતી કે, એક્ટ્રેસ જાતે કોર્ટમાં સરેન્ડર કર્યુ હતું અને જામીન પર બહાર આવી હતી. એ વાત પર ભાર મુકવામાં આવ્યો હતો કે, જેક્લીનને પાંચ વાર સવાલ જવાબ કરવામાં આવ્યા હતાં અને દરેક વખત તેણી તેમાં હાજર પણ રહી હતી.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, Jacqueline Fernandez, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन