Home /News /entertainment /

'નાના પાટેકરની એક ડાર્ક સાઇડ પણ છે,' ડિમ્પલ કાપડિયાનો વીડિયો વાયરલ

'નાના પાટેકરની એક ડાર્ક સાઇડ પણ છે,' ડિમ્પલ કાપડિયાનો વીડિયો વાયરલ

વીડિયોમાં ડિમ્પલ નાના પાટેકરના સ્વભાવ વિશે વાત કરી રહી છે. ડિમ્પલે કહ્યું કે નાના ખુબ જ અલગ પ્રકારના માણસ છે.

વીડિયોમાં ડિમ્પલ નાના પાટેકરના સ્વભાવ વિશે વાત કરી રહી છે. ડિમ્પલે કહ્યું કે નાના ખુબ જ અલગ પ્રકારના માણસ છે.

    નાના પાટેકર અને તનુશ્રી દત્તા વચ્ચે ચાલી રહેલા વિવાદને લઇને હાલ બોલીવૂડ ફરી ચર્ચામાં છે. એવામાં બોલીવૂડની જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો જૂનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક ઇન્ટરવ્યૂમાં ડિમ્પલ કાપડિયા નાના પાટેકર વિશે વાત કરી રહી છે, જેમાં તેણીએ જણાવ્યું કે નાના પાટેકરની એક ડાર્ક સાઇડ પણ છે.

    નાના પાટેકર સાથે ક્રાંતિવીર, અંગાર, અંકુશ જેવી હિટ ફિલ્મોમાં કામ કરનારી ડિમ્પલ કાપડિયાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ડિમ્પલ નાના પાટેકરના સ્વભાવ વિશે વાત કરી રહી છે. ડિમ્પલે કહ્યું કે નાના ખુબ જ અલગ પ્રકારના માણસ છે, તેઓએ ખુબ જ ઓછા લોકોને પસંદ આવે છે, તેમની હરકતો પણ અલગ છે, પરંતુ તેમના ટેલેન્ટ સામે તમામ હરકતો દબાઇ જાય છે.





    ડિમ્પલે જણાવ્યું કે નાના પાટેકરના ટેલેન્ટ સામે સાત ખૂન પણ માફ છે, મારી સાથે તેઓ સારી રીતે રહેતા હતા, પરંતુ મેં તેમનું ભયાનક સ્વરૂપ પણ જોયું છે, તેમનામાં એક ડાર્ક સાઇડ પણ છે, જો કે ડિમ્પલે કહ્યું કે બધામાં એક ડાર્ક સાઇડ હોય છે, મારામાં પણ છે, આપણા બધામાં હોય છે.

    વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરે જીવન ટૂંકાવ્યું, એક સપ્તતાહમાં ત્રણ ખેડૂતોનો આપઘાત

    વીડિયો એક યૂજર્સે ટ્વીટ કર્યો છે, સાથે કેપ્સનમાં લખવામાં આવ્યું કે આ વીડિયો 8 વર્ષ જૂનો છે. નાના પાટેકર પર વિવિધ આરોપો લગાવવામાં આવી રહ્યાં છે, થોડા સમય પહેલા જ કંગના રાણૌતે તનુશ્રી દત્તાને સપોર્ટ કરતું નિવેદન આપ્યું હતું. હાલ નાના પાટેકર જેસલમેરમાં પોતાની ફિલ્મ હાઉસફુલ 4ના શુટિંગમાં પહોંચ્યા છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Bollywood actress, Video viral

    આગામી સમાચાર