અર્શી ખાન કરવાની હતી અફઘાની ક્રિકેટર સાથે સગાઇ, તાલિબાનના કબજા પછી તોડ્યો સંબંધ

અર્શી ખાન (ફોટો સાભાર- Instagram @arshikofficial)

Arshi Khan Engagement- અભિનેત્રી અર્શી ખાને કહ્યું -મને લાગી રહ્યું છે કે મારા પિતા મારા માટે હવે એક ભારતીય યુવક જ પસંદ કરશે.

 • Share this:
  મુંબઈ : અફઘાનિસ્તાનની (Afghanistan) સ્થિતિ પર આખી દુનિયાના કલાકારો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઘણા ભારતીય કલાકારોએ પણ આ વિશે મત વ્યક્ત કર્યો છે. આ કલાકારોએ શક્તિશાળી દેશોને અફઘાનિસ્તાનને તાલિબાનના (taliban) પંજામાંથી છોડાવવાની અપીલ કરી છે. હવે ટીવી અભિનેત્રી અને બિગ બોસ ફેમ અર્શી ખાને (Arshi Khan)અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત (Afghanistan Crisis)કરી છે. આ સિવાય તેણે ખુલાસો કર્યો છે કે તે અફઘાનિસ્તાનના ક્રિકેટર સાથે સગાઇ (Arshi Khan Engagement) કરવાની હતી.

  અર્શી ખાનનું કહેવું છે કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ ખરાબ થવાના કારણે તે અફઘાની ક્રિકેટર સાથે સગાઇ કરી શકશે નહીં. તેણે જણાવ્યું કે ક્રિકેટરની પસંદગી તેના પિતાએ કરી હતી. જોકે અર્શી આ ક્રિકેટરના નામનો ખુલાસો કર્યો નથી. ઝી ન્યૂઝને આપેલા એક નિવેદનમાં તેણે કહ્યું કે ઓક્ટોબરમાં મારે અફઘાનિસ્તાનના એક ક્રિકેટર સાથે સગાઇ કરવાની હતી. તેની પસંદગી મારા પિતાએ કરી હતી. જોકે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાથી અમારે સંબંધને ખતમ કરવો પડશે.

  અર્શી ખાને (Arshi Khan Marriage) એ પણ ખુલાસો કર્યો કે તે ક્રિકેટર સાથે એક મિત્રની જેમ લાંબા સમયથી વાત કરી રહી હતી. તે ક્રિકેટર તેના પિતાના મિત્રનો પુત્ર છે. જોકે હવે સંબંધ થઇ શકશે નહીં. તેણે કહ્યું કે મને લાગી રહ્યું છે કે મારા પિતા મારા માટે હવે એક ભારતીય યુવક જ પસંદ કરશે.

  આ પણ વાંચો - શિલ્પા શેટ્ટીએ Bigg Boss OTTના ઘરમાં મોકલેલા મેસેજને સાંભળીને ફૂટી-ફૂટીને રોવા લાગી સમિતા

  અર્શી ખાને કહ્યું કે તેના મૂળિયા અફઘાનિસ્તાનથી છે. તેણે કહ્યું કે હું એક અફઘાની પઠાણ છું અને મારો પરિવાર યૂસુફજઈ જાતીય સમૂહ સાથે છે. મારા દાદા અફઘાનિસ્તાનથી ચાલ્યા ગયા હતા અને ભોપાલમાં એક જેલર હતા. મારા મૂળિયા અફઘાનિસ્તાનમાં છે પણ હું એક ભારતીય નાગરિક છું, જેવી રીતે મારા માતા-પિતા અને દાદા-દાદી. અર્શી ખાનનો પરિવાર અફઘાનિસ્તાનથી ભારત આવ્યો તે સમયે અર્શી ફક્ત 4 વર્ષની હતી.

  અર્શી ખાન બિગ બોસ 11માં પ્રથમ વખત સ્પર્ધક તરીકે જોવા મળી હતી. ત્યાં તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. આ પછી બિગ બોસની ગત સિઝનમાં એટલે કે બિગ બોસ-14માં (Bigg Boss 14)ચેલેન્જર તરીકે આવી હતી. અહીં પણ લોકોને ઘણા એન્ટરટેઇનમેન્ટ કર્યા હતા.
  Published by:Ashish Goyal
  First published: