ફોટોશૂટ પહેલા અનન્યા પાંડેની ફાટેલી ડ્રેસ આવી રીતે સિવતો દેખાયો આસિસ્ટન્ટ

News18 Gujarati
Updated: December 2, 2019, 10:26 PM IST
ફોટોશૂટ પહેલા અનન્યા પાંડેની ફાટેલી ડ્રેસ આવી રીતે સિવતો દેખાયો આસિસ્ટન્ટ
ફાઈલ તસવીર

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે આત્યારે બધું જ ભૂલીને આવનારી ફિલ્મ 'પતિ, પત્ની ઓર વો'ના પ્રમોશનમાં લાગી છે. તાજેતરમાં તમને લગભગ દરેક રિઆલિટી શૉમાં અનન્યા પાંડે પોતાના કો સ્ટાર કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે પ્રમોશન કરતી દેખાઈ રહી છે.

  • Share this:
બોલિવૂડ અભિનેત્રી (Bollywood actress) અનન્યા પાંડે (Ananya Pandey)આત્યારે બધું જ ભૂલીને આવનારી ફિલ્મ 'પતિ, પત્ની ઓર વો'ના (Pati Patni Aur Woh) પ્રમોશનમાં લાગી છે. તાજેતરમાં તમને લગભગ દરેક રિઆલિટી શૉમાં અનન્યા પાંડે પોતાના કો સ્ટાર કાર્તિક આર્યન (Kartik Aryan) અને ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)સાથે પ્રમોશન કરતી દેખાઈ રહી છે. પ્રમોશનના આ તબક્કામાં અનન્યા એટલી વ્યસ્ત છે કે, તેની પાસે પોતાના ફાટેલા ડ્રેસને સિવડાવવાનો પણ સમય મળ્યો નથી. ત્યારે જ તેમની ટીમે પોતાના કપડા સિવતા જ દેખાઈ રહ્યા છે.

આ વાત કોઈએ કહેલી નથી પરંતુ આ અંગે ખૂદ અનન્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર શૅર કર્યો છે. આ વીડિયોમાં અનન્યાની ટીમનો એક સભ્ય તેની ડ્રેસને પાછળથી સિવતા દેખાય છે. જ્યારે ખુદ અનન્યા ઊભા ઊભા જ પોતાનું ડિનર કરતા દેખાઈ રહી છે. એટલું જ નહીં આ વીડિયોના કેપ્શનમાં અનન્યાએ લખ્યું છે કે, 'બધા ગ્લિટર ગોલ્ડ નથી હોતા... A1 ટીમ, પતિ પત્ની વો પ્રમોશન બિહાઈન્ડ ધ સીન'
 View this post on Instagram
 

all that glitters isn’t gold!!!! A1 team ❤️ #PatiPatniAurWoh promotions BTS just 5 days to gooooo


A post shared by Ananya (@ananyapanday) on


આ વીડિયો પાછળની કહાની એ છે કે અનન્યા પાંડે છેલ્લા 15 કલાકથી પ્રમોશન કરી રહી હતી. તેમને પોતાના અલગ અલગ ફોટો શૂટ માટે માત્ર 15 મિનિટનો જ સમય મળ્યો હતો. આ સમય દરમિયાન તેમને કપડા બદલવાથી લઈને મેકઅપ કરવાનો હોય છે. એટલું જ નહીં તેમને પોતાનું ડિનર પણ કરવાનું હોય છે. ઉતાવળમાં તેમની ટીમ તેમને આવી રીતે તૈયાર કરતી દેખાય છે.

ઉલ્લેખનીય છે કે, 'પતિ, પત્ની અને વો' અનન્યાની બીજી ફિલ્મ છે. તેમણે ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઈયર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
First published: December 2, 2019, 10:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading