B'day Special: 63 વર્ષની થઇ અમૃતા સિંહ, પહેલી જ ફિલ્મથી બોલિવૂડમાં મળ્યું હતું સ્ટારડમ

B'day Special: 63 વર્ષની થઇ અમૃતા સિંહ, પહેલી જ ફિલ્મથી બોલિવૂડમાં મળ્યું હતું સ્ટારડમ
PHOTO: amrita40_/ Instagram

અમૃતા સિંહનો (Amrita Singh Birthday) જન્મ 9 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં થયો હતો. દિલ્હીની પ્રખ્યાત રાજકારણી રુખસાના સુલતાનાની (Rukhsana Sultana) પુત્રી છે

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : ફિલ્મ ' બેતાબ' થી (Betab) બોલિવૂડમાં પદાર્પણ કરનારી અભિનેત્રી અમૃતા સિંહ (Amrita Singh) આજે પોતાનો 63 મો જન્મદિવસ મનાવી રહી છે. 80ના દાયકામાં ઈન્ડસ્ટ્રીની અગ્રણી અભિનેત્રીઓમાંની એક અમૃતા સિંહ હજી પણ અભિનયમાં સક્રિય છે. અમૃતા સિંહનો (Amrita Singh Birthday) જન્મ 9 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં થયો હતો. દિલ્હીની પ્રખ્યાત રાજકારણી રુખસાના સુલતાનાની (Rukhsana Sultana) પુત્રી છે. અમૃતા તે સમયની બોલ્ડ અભિનેત્રી પણ હતી.

    રિપોર્ટ્સ અનુસાર, અમૃતા સની દેઓલ સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તેની માતા નહોતી ઇચ્છતી કે અમૃતાના લગ્ન કોઈ અભિનેતા સાથે થાય. આ કારણોસર, તેણે સની દેઓલ સાથે બ્રેકઅપ કરવું પડ્યું. અમૃતા સિંહે 33 વર્ષની વયે પોતાનાથી 12 વર્ષ નાના સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ પહેલાં તેના નામ સાથે વિનોદ ખન્ના અને ક્રિકેટર રવિ શાસ્ત્રીનું નામ પણ જોડાયું છે. અમૃતા અને વિનોદ ખન્નાનું જીવન ઠીકઠાક ચાલી રહ્યું હતું ને સૈફ અલી ખાનની એન્ટ્રી થઇ હતી. 1991માં બંનેએ ઇસ્લામ ધર્મ અનુસાર લગ્ન કર્યા હતા અને લગ્ન પહેલા અમૃતાએ પણ તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. અમૃતાએ 1993માં સૈફ અને તેના પરિવારની સંભાળ રાખવા માટે ફિલ્મી કારકિર્દી છોડી હતી.



    તાજેતરમાં જ મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યુમાં સૈફ અલી ખાને કહ્યું હતું કે, કેવી રીતે તેણે અમૃતાને કારણે કારકિર્દી ઉંચાઈ હાંસિલ કરી હતી. અમૃતા સાથે વિતાવેલા સમયને યાદ કરતાં સૈફે કહ્યું, 'હું પણ મારા ઘરથી ભાગી ગયો હતો અને 20 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા. હું અમૃતાને ક્રેડિટ આપીશ કે તેણીએ જ મને કામ અને વ્યવસાયને ગંભીરતાથી લેવાનું શીખવ્યું.

    ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન અને અમૃતા સિંહે 1991માં લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ છે. જોકે, લગભગ 13 વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. તે સમયે તેમનો સંબંધ કડવો હતો, પરંતુ સમયની સાથે તેમાં ઘટાડો થયો છે.
    Published by:Margi Pandya
    First published:February 09, 2021, 11:54 am

    ટૉપ ન્યૂઝ