BIG B સાથે સેલેબ્સે ફેન્સને કર્યા સરપ્રાઇઝ, લોકડાઉનમાં તૈયાર કરી એક શોર્ટ ફિલ્મ

News18 Gujarati
Updated: April 7, 2020, 9:53 AM IST
BIG B સાથે સેલેબ્સે ફેન્સને કર્યા સરપ્રાઇઝ, લોકડાઉનમાં તૈયાર કરી એક શોર્ટ ફિલ્મ
ફેમીલી શોર્ટ ફિલ્મ

  • Share this:
કોરોના વાયરસ (Coronavirus)ના પ્રકોપના કારણે દેશભરના લોકો લોકડાઉનમાં (Lockdown) છે. ત્યારે બોલિવૂડની એક મોટી સેલેબ્રિટીઓએ મળીને એક રસપ્રદ શોર્ટ ફિલ્મ બનાવી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે અનેક જાણીતા સ્ટાર ફિલ્મોની રીલિઝ અટકી છે. ત્યારે આ શોર્ટફિલ્મ સેલેબે પોતે શૂટ કરી છે. અને તેને ભેગી કરીને બનાવવામાં આવી છે. જેમાં અમિતાભ બચ્ચનથી લઇને પ્રિયંકા ચોપરા, રણબીર, આલિયા જેવા અનેક જાણીતા સ્ટાર્સે પોતાનો રોલ ભજવ્યો છે. આ શોર્ટ ફિલ્મનું નામ છે 'ફેમીલી'.
ઇન્ડસ્ટ્રીના મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાના ફેન્સને આ સરપ્રાઇઝ આપી છે. કોરોના વાયરસને લઇને જાગૃતતા ફેલાવવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અલગ અલગ સ્ટાર્સ આ ફિલ્મમાં સાથે આવ્યા છે.

જો કે આ શોર્ટ ફિલ્મ માટે કોઇ પણ સ્ટાર તેમના ઘરથી બહાર નથી નિકળ્યો. દરેક સ્ટારે આ શોર્ટ ફિલ્મ તેમના ઘરે જ શૂટ થઇ છે. અને આ ફિલ્મમાં મનોરંજન સાથે લોકોને કોરોના અંગે જાણકારી આપવામાં આવી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે પ્રિયંકા ચોપરા, દિલજીત દોસાંજ, રણવીર કપૂર, આલિયા ભટ્ટની સાથે સુપર સ્ટાર રજનીકાંત, ચિરંજીવી, મામૂથી અને અન્ય સ્ટાર્સે પણ એક સ્ટ્રોંગ મેસેજ આપ્યો છે.



આ ફિલ્મના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે ઘરે સુરક્ષિત કેવી રીતે રહેવું અને કેવી રીતે પોતાના હાઇઝીનનું ધ્યાન રાખવું જેથી વસ્તુઓ સારી થઇ શકે. આ શોર્ટ ફિલ્મ પાછળ પ્રસૂન પાંડેનો આઇડિયા હતો. જેમાં અમિતાભ બચ્ચને તેમનો સાથ આપ્યો.ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને તેના સોશિયલ મીડિયા આ અંગે જાણકારી આપી હતી. અને પોતોની પોસ્ટમાં સોમવાર રાત્રે 9 વાગે મોટી જાહેરાત કરવાની વાત કરી હતી. વર્ક ફંટની વાત કરીએ તો અમિતાભ પાસે રણવીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે. આ સિવાય તે આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ગુલાબો સિતાબો કરી રહ્યા છે. સાથે જ તેમની ફિલ્મ ઝૂંડનું પણ ફસ્ટ લૂક જાહેર થયું હતું. આ ફિલ્મને નાગારાજ મંજૂલે ડાયરેક્ટ કર્યું હતું.
First published: April 7, 2020, 9:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading