PM મોદીનો ફેન છું, પરંતુ ભક્ત નહીં: વિવેક ઓબેરોય

News18 Gujarati
Updated: April 8, 2019, 8:30 PM IST
PM મોદીનો ફેન છું, પરંતુ ભક્ત નહીં: વિવેક ઓબેરોય
વિવેક ઓબેરોય

ફિલ્મની રિલીઝ બે વખત આગળ વધી ચુકી છે. પરંતુ વિવેક આ વિરોધના ડર્યા વગર સામનો કરી રહ્યો છે. તે ખુલ્લેઆમ પીએમ મોદીના સપોર્ટમાં બોલતો જોવા મળી રહ્યો છે

  • Share this:
એક તરફ દેશમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે વિવેક ઓબેરોયની અગામી દિવસોમાં આવનારી ફિલમ 'પીએમ નરેન્દ્ર મોદી'ને જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિરોધને લઈ ફિલ્મની રિલીઝ બે વખત આગળ વધી ચુકી છે. પરંતુ વિવેક આ વિરોધના ડર્યા વગર સામનો કરી રહ્યો છે. તે ખુલ્લેઆમ પીએમ મોદીના સપોર્ટમાં બોલતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ વિવેક કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ પર સળંગ હુમલો કરતો જોવા મળી રહ્યો છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વિવેકને પ્રશ્ન કરવામાં આવ્યો કે, શું તે પીએમ મોદીનો ફેન છે? આ મુદ્દે વિવેકે કહ્યું કે, હાં! હું ફેન જરૂર છુ પરંતુ ભક્ત નથી. તેમણે કહ્યું કે, હું માનુ છુ કે, મોદીજી યુવાનોની પ્રેરણા છે પરંતુ, હું દરેક વાત પર સહમત પણ ના થઈ શકુ.

આ સિવાય વિવેકે ટ્વીટર દ્વારા રાહુલ ગાંધીને પ્રશ્ન પુછ્યો કે, વિવેકે ટ્વીટર પર લખ્યું કે, પ્રિય રાહુલ ગાંધી શું સોમવારની સવાર તમે માનનીય સુપ્રીમ કોર્ટમાં પોતાના ગઢબંધનમાં સામેલ પાર્ટીના નેતા લાલુ પ્રસાદ યાદવની ઓટોબાયોગ્રાફી પર રોક લગાવવાની કોશિસ કરશો. આ માત્ર અમારી ફિલ્મ છે, જેની પાછળ તમે પડી ગયા છો. શું આ હિપોક્રેસી નથી.

તમને જણાવી દઈએ કે, ફિલમ પહેલા 12 એપ્રિલે રિલીઝ થવાની હતી. ત્યારબાદ ફિલ્મની રિલીઝ તારીખ 5 એપ્રિલ થઈ જેને ખસેડી મેકર્સે દાવો કર્યો કે, પબ્લિક ડિમાન્ડ પર આવું થઈ રહ્યું છે. પરંતુ હવે આ રિલીઝ ડેટ ખસકતા-ખસકતા 11 એપ્રિલ થઈ ગઈ છે. જોવાની વાત એ છે કે, આ ફિલ્મ નક્કી તારીખ પર રિલીઝ થાય છે કે, નહીં.
First published: April 8, 2019
વધુ વાંચો
अगली ख़बर