'પાડોશીઓ દિવાળી નથી મનાવવા દેતા,' એક્ટરે PM મોદીની મદદ માંગી

'પાડોશીઓ દિવાળી નથી મનાવવા દેતા,' એક્ટરે PM મોદીની મદદ માંગી
વિશ્વ ભાનુ

 • Share this:
  બોલિવૂડના એક અભિનેતાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં રહે છે. અને આજ કારણે તે આ વખતે દિવાળી ના ઉજવી શક્યો. જો કે પોલીસે મંગળવારે આ મામલે હિંદુ મુસ્લિમ કોણ ન હોવાની વાત કરી છે. મૂળ પટનાનો રહેવાસી વિશ્વ ભાનૂ (Vishwa Bhanu), ફરહાન અખ્તર (Farhan Akhtar) અને રિતેશ સિઘવાની (Ritesh Sidhwani)ની કંપની એક્સેલ એન્ટરટેનમેન્ટમાં કામ કરે છે. તેણે ફેસબુક પર દાવો કર્યો છે કે તેની પત્ની દરવાજા પાસે જે રંગોળી અને દીવા કર્યા હતા તેને હટાવવાનું કહેવામાં આવ્યું હતું.

  શનિવારની આ પોસ્ટમાં વિશ્વ ભાનુએ લખ્યું છે કે તે મુંબઇના મલાડના માલવણીમાં એક મુસ્લિમ સોસાયટીમાં રહે છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સોસાઇટીના લોકોએ તેને ઘરમાં દીવા કરવા માટે તેની પત્ની સાથે ઝગડો કર્યો હતો. તે લોકો મારી પત્નીને ઘરની બહાર રંગોળી કે દીવા નથી કરવા દેતા, લાઇટ્સ તોડી દે છે. અને ભીડે મને લાઇટ દૂર કરવા માટે મજબૂર કર્યો.  <blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr"><a href="https://twitter.com/narendramodi?ref_src=twsrc%5Etfw">@narendramodi</a> I am living in a muslim society and tonight people of the society stopped my wife from lighting up and making Rangoli to celebrate diwali at my Mumbai residence. They destroyed the lights, broke the wires and the crowd forced me to remove the lights.</p>&mdash; Vishwa Bhanu (@vishwbhanu) <a href="https://twitter.com/vishwbhanu/status/1188205160822116354?ref_src=twsrc%5Etfw">October 26, 2019</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

  ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર અભિનીત સ્પેશ્યલ 26, મર્દાની, રધુ રોમિયો જેવી ફિલ્મમાં સાઇડ કલાકાર તરીકે આ એક્ટર કામ કરી ચૂક્યો છે.

  આ પર તેણે વડાપ્રધાનને મદદ માંગતા મલાડના માલવણી પોલીસ સ્ટેશને તેનો સંપર્ક કરી ફરિયાદ નોંધી છે. પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક જગદેવ કલપદ કહ્યું છે કે આ હિંદુ મુસ્લિમનો મામલો નથી અને આ વાતને સાંપ્રદાયિક કોણ આપવાને બદલે તેને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલ લાવવામાં આવશે.
  First published:October 30, 2019, 12:26 pm

  टॉप स्टोरीज