પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું શનિવારે નિધન થયું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. વિક્રમ ગોખલેએ હમ દિલ દે ચૂકે સનમ અને દે દનાદન સહિત 40થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.
સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ અને ટીવીમાં કામ કરનાર પીઢ અભિનેતા વિક્રમ ગોખલે હવે આ દુનિયામાં નથી. વિક્રમ લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમની સ્થિતિ નાજુક હતી.
અભિનેતાનું 82 વર્ષની વયે અવસાન થયું. જણાવી દઈએ કે વિક્રમ ગોખલે છેલ્લા કેટલાક દિવસોથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. અભિનેતાની તબિયત સતત નાજુક હતી અને તેઓ વેન્ટિલેટર પર હતા. પરંતુ હવે તેમના નિધનના સમાચારે સૌને દુઃખી કરી દીધા છે.
વિક્રમ ગોખલેનો જન્મ ફિલ્મી પરિવારમાં થયો હતો. પરિવારમાં અભિનયની શરૂઆત તેના પરદાદીથી થઈ હતી. વિક્રમ ગોખલેના પરદાદી દુર્ગાબાઈ કામત ઇન્ડિયન સ્ક્રીનની પ્રથમ મહિલા અભિનેત્રી હતી. તેમના દાદી કમલાબાઈ ગોખલેએ ભારતીય સિનેમાની પ્રથમ મહિલા બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું અને તેમના પિતા ચંદ્રકાંત ગોખલે પણ મરાઠી સિનેમાના પીઢ અભિનેતા હતા.
પરિવારના રસ્તે ચાલીને વિક્રમ પણ સિનેમા સાથે જોડાયા. જો કે, તેમનું નામ હંમેશા થિયેટર સાથે જોડાયેલું હતું. તેમની પહેલી ફિલ્મ 'પરવાના' વર્ષ 1970માં રિલીઝ થઈ હતી. આ પછી તે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં જોવા મળ્યા હતા.
વિકમ ગોખલેએ ઘણી મરાઠી અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે 1990માં અમિતાભ બચ્ચનની અગ્નિપથ અને સંજય લીલા ભણસાલીની હમ દિલ દે ચૂકે સનમ (1999)માં ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા સાથે જોવા મળ્યો હતો. આ સિવાય અભિનેતાએ 'ભૂલ ભુલૈયા', 'દિલ સે', 'દે દાના દન', 'હિચકી', 'નિકમ્મા' અને 'મિશન મંગલ' જેવી બોલિવૂડની હિટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
ટીવીમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી
આ સાથે જ તેમની ટીવી કરિયર પર નજર કરીએ તો તે 'ઉડાન', 'ઇન્દ્રધનુષ', 'ક્ષિતિજ યે નહીં', 'સંજીવની', 'જીવન સાથી', 'સિંહાસન', 'મેરા નામ કરેગી રોશન' , શિવ મહાપુરાણ અને અવરોધમાં જોવા મળી ચૂક્યા છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર