એક્ટર સંદીપ નાહરે આત્મહત્યા પહેલા જ ફેસબુક પર VIDEO પોસ્ટ કરી વ્યક્ત કરી હતી પોતાની વેદના

(તસવીરઃ Facebook @sandeep.nahar.796)

આત્મહત્યા કરતાં પહેલા એક્ટર સંદીપ નાહરે ફેસબુક વીડિયોમાં પોતાની અંગત અને પ્રોફેશનલ લાઇફમાં આવી રહેલી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો

 • Share this:
  મુંબઈ. ‘એમએમ ધોની’ અને ‘કેસરી’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહર (Sandeep Nahar)એ સોમવારે મુંબઈ (Mumbai)ના ગોરેગાંવ સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી દીધી. મુંબઈ પોલીસ અનુસાર આ મામલામાં કેસ નોંધવામાં આવી ચૂક્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આત્મહત્યા કરતાં પહેલા સંદીપ નાહરે ફેસબુક પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને સાથોસાથ એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે અંગત જિંદગી અને પ્રોફેશનલ લાઇફમાં પડી રહેલી તકલીફોનો ઉલ્લેખ કર્યો હતો. મુંબઈના ગોરેગાંવના ઘરમાં સોમવારે સંદીપ નાહરની લાશ મળી હતી. પોલીસના જણાવ્યા મુજબ એક્ટરે આત્મહત્યા કરી. સંદીપે આ રીતે અચાનક આત્મહત્યા કરી દેતાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી (Entertainment Industry) પર ઘેરો આઘાત લાગ્યો છે.

  સંદીપ નાહરે આત્મહત્યા પહેલા જે વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો તેમાં તેણે પોતાની આત્મહત્યાનું કારણ જણાવતા કે, ‘હેલો નમસ્કાર હું છું સંદીપ નાહર. તમે લોકોએ મને અનેક ફિલ્મોમાં જોયો હશે અને આજે આ વીડિયો બનાવવા પાછળ મારો એક ઉદ્દેશ્ય છે, પહેલા તો આપને સાંભળીને થોડું અજીબ લાગશે કે હું કેવી વાતો કરી રહ્યો છું, પરંતુ લાઇફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, પરંતુ હું આજે સ્ટેબલ નથી, કારણ કે મારી વાઇફ કંચન શર્મા....દોઢ બે વર્ષથી ટ્રોમામાંથી બહાર નથી આવી શકતો. હું તેને (કંચન શર્મા) સમજાવીને થાકી ગયો છું. ભૂતકાળની એક જ વાત રિપીટ કરવી, રોજ લડવું, 365 દિવસમાંથી 200 વાર આત્મહત્યાની વાતો કરવી. હું મરી જઈશ, તને ફસાવી દઈશ, તારી કારકિર્દી ખરાબ કરી દઈશ. હું ખૂબ જ ઇરિટેટ થઈ ચૂક્યો છું.’

  આ પણ વાંચો, માર્ચમાં કરી રહ્યા છો હનીમૂનનું પ્લાનિંગ, તો ભારતના આ સ્થળોની જરૂર લો મુલાકાત

  સંદીપે વધુમાં કહ્યું, ‘હું દરેક વખતે એને સમજાવું છું કે કંચન આવું ન કરાય, તેને સમજ...તે મારા પરિવારને ગાળો આપે છે, મારી માતાને નફરત કરે છે...હાલમાં એવો સમય આવી ગયો છે કે હું પરિવારનો ફોન નથી ઉઠાવી શકતો અને ઘણી બધી ચીજો છે, જે ખરાબ થઈ ચૂકી છે અને એટલી ખરાબ થઈ ચૂકી છે કે હું હવે સહન નહીં કરી શકું. કામને લઈને મુંબઈમાં એટલો સ્ટ્રેસ હોય છે, દરેક ચીજને લઈને સ્ટ્રેસ હોય છે. કામનો સ્ટ્રેસ પણ સહન કરી શકાય છે, પરંતુ આ મહિલાનો સ્ટ્રેસ છે, સહન કરવો ખૂબ જ મુશ્કેલ થઈ ચૂક્યો છે. તે એવી ઘણી બધી વાતો મને કહી દે છે, તે મારું નામ કોઈની પણ સાથે જોડી દે છે, હું બે વર્ષથી તેની સાથે છું...પરંતુ શકનો કોઈ ઈલાજ નથી.’

  આ પણ વાંચો, તમિલનાડુમાં 8 દિવસની જોડિયા બહેનોને વાંદરાનું ઝુંડ ઉઠાવીને ભાગ્યું, નાળામાં ફેંકવાથી એકનું કરૂણ મોત

  સંદીપ વીડિયોમાં વધુ કહે છે, આ (કંચન શર્મા) દરેક ચીજ પર લડે છે, અને તેનો ઝઘડો નોર્મલ નથી હોતો, જેમકે સાઇકો હોય છે. એક હોય એવી વ્યક્તિ જે દારૂ પીને ઝઘડો કરે છે, પરંતુ તેનો દારૂ ઉતરી જાય છે તો તે નોર્મલ થઈ જાય છે. નોર્મલ થયા બાદ ગિલ્ટી પણ અનુભવે છે. તેને પોતાની ભૂલોનો અહેસાસ પણ હોય છે. પરંતુ આ કેસમાં એવું છે કે તે લડે છે, તેને કોઈ ચીજ ખરાબ લાગે છે તો તેના મગજમાં ઘર કરી જાય છે. તે એ હદે ઘર કરી જાય છે કે તેને દૂર કરવી ખૂબ મુશ્કેલ હોય છે. તે અનેક રાતોને ખરાબ કરી દે છે. ત્યાં સુધી કે જાન્યુઆરીની વાત છે, તે ઘરેથી ભાગી ગઈ હતી, તેની મમ્મી તેનો સાથ આપે છે. મૂળે, તેની બે બહેનોએ લવ મેરેજ કર્યા છે, તો તેની મમ્મીએ બંને જીજાને અંદર કરાવ્યા હતા અને તે કંચનને કહે છે કે પોલીસ ફરિયાદ કર, પરંતુ તેનો આધાર શું? ખોટી-ખોટી બાબતો પર. ખોટી વાતો રજૂ કરીને કેસ ઊભો કરશો તો તેનો શું મતલબ છે.
  Published by:Mrunal Bhojak
  First published: