સલમાન ખાનના ડ્રાઇવર અને બે સ્ટાફને થયો કોરોના, પોતે થયો આઇસોલેટ

સલમાન ખાન આઇસોલેટ થયા બાદ કોઈની સાથે મુલાકાત નથી કરી રહ્યો, બિગ બોસમાં જોવા મળશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા

સલમાન ખાન આઇસોલેટ થયા બાદ કોઈની સાથે મુલાકાત નથી કરી રહ્યો, બિગ બોસમાં જોવા મળશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા

 • Share this:
  મુંબઈઃ બૉલિવૂડ (Bollywood) અભિનેતા સલમાન ખાન (Salman Khan)ના ડ્રાઇવર અને બે સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. ડ્રાઇવર અને સ્ટાફ વિશે જાણકારી મળ્યા બાદ સલમાન ખાન (Salman Khan)એ પોતાને આઇસોલેટ (Isolate) કરી દીધી છે. નોંધનીય છે કે સલમાન ખાન હાલના દિવસોમાં ઘણો વ્યસ્ત છે અને બિગ બિસ-14નું હોસ્ટિંગ કરી રહ્યો છે. એવામાં સલમાન ખાન આવનારા એપિસોડમાં જોવા મળશે કે કેમ તેના વિશે હજુ પણ જાણકારી નથી મળી શકી.

  મળતી જાણકારી મુજબ, સલમાન ખાનની ગાડી ચલાવનારા ડ્રાઇવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા અન્ય સ્ટાફની પણ તપાસ કરાવવામાં આવી હતી. ત્યારબાદ સલમાન ખાનના સ્ટાફના બે અન્ય સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું. મળતી માહિતી મુજબ આ વિગતો સામે આવ્યા બાદ અભિનેતા સલમાન ખાને પોતાની જાતને આઇસોલેટ કરી દીધી છે.
  આ દરમિયાન તે કોઈની સાથે પણ મુલાકાત નથી કરી રહ્યો. નોંધનીય છે કે, લૉકડાઉન બાદથી જ શૂટિંગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો, 14 કરોડ રૂપિયામાં વેચાયું ‘ન્યૂ કિમ’, બની ગયું દુનિયાનું સૌથી મોંઘું કબૂતર

  સલમાન ખાને હાલમાં જ રાધે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. ફિલ્મમાં તેની સાથે એક્ટ્રેસ દિશા પટની જોવા મળશે. આ બધાની વચ્ચે, સલમાન ખાન બિગ બોસ સીઝન 14ના હોસ્ટ તરીકે પણ જોવા મળી રહ્યો છે.

  મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉનમાં છૂટ આપતાં છેલ્લા 2-3 મહિનામાં શૂટિંગ ફરીથી શરૂ થયું છે. કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે ફિલ્મોના શૂટિંગ પર મોટો વિરામ લાગ્યો હતો. જોકે કોરોનાનો ડર હજુ પણ ચાલુ છુ. તે માત્ર એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે.

  આ પણ વાંચો, કોરોનાના ખાતમા માટે ભારત ખરીદશે 1.5 અબજ વેક્સીન ડોઝ - રિપોર્ટ્સ

  ઉલ્લેખનીય છે કે, કોરોનાના મામલા ભલે ઓછા દેખાતા હોય પરંતુ સંકટ હજુ ટકેલું નથી. મહારાષ્ટ્રમાં હાલના સમય કોરોના કેસ 17 લાખનો આંકડો પાર કરી ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં 17 લાખ 57 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે અને 46 હજાર 200થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: