સલમાન ખાને જાહેરમાં સિક્યોરિટી ગાર્ડને થપ્પડ મારી

News18 Gujarati
Updated: June 5, 2019, 9:13 PM IST
સલમાન ખાને જાહેરમાં સિક્યોરિટી ગાર્ડને થપ્પડ મારી

  • Share this:
બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ભારતનું મીડિયા અને સેલિબ્રિટીઝ માટે સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. સ્ક્રિનિંગમાંથી બહાર નીકળતી વખતે એક બાળકે સલમાન ખાન સાથે તસવીર પડાવવા દોટ મૂકી પરંતુ સિક્યોરિટી ગાર્ડે બાળક સાથે ગેરવર્તણૂક કરી. આ જોઇ સલમાન નારાજ થઇ ગયો અને તેણે સિક્યોરિટી ગાર્ડને થપ્પડ મારી દીધી.

સલમાન ખાન બાળકો પ્રત્યે ખુબ જ લગાવ છે, તે જગજાહેર છે. એવામાં તેની સામે જ બાળક સાથે દુર્વ્યવહાર થતા તે ગુસ્સે થયો. સલમાને સિક્યોરિટી ગાર્ડને થપ્પડ મારી દીધી. આ ઘટના મુંબઇના લોઅર પરેલના ફિનિક્સ મોલમાં બની જ્યાં ભારત ફિલ્મનું સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું.

અહીં ક્લિક કરી વાંચોઃ શાહિદ અને ક્યારાનો આ KISSING સીન થઇ રહ્યો છે VIRAL

દર વખતની જેમ આ વખતે પણ સલમાનની ફિલ્મ ઇદના તહેવાર પર રીલિઝ થઇ. ભારત ફિલ્મમાં ભારતમાં પત્રકારો માટે ઇદની સવારે સવારે સ્ક્રિનિંગ યોજાયું અને ફિલ્મના શરૂઆતના રિવ્યૂ ખુબ જ સારા આવી રહ્યાં છે. ટ્રેડ એનાલિસ્ટ માની રહ્યાં છે કે ડિરેક્ટર અલી અબ્બાસ જફરની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે.
First published: June 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading