Home /News /entertainment /

Birthday : ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડ્યા પછી પણ સાહિલ ખાન છે કરોડોનો માલિક, જીવે છે આવી લક્ઝરી લાઈફ

Birthday : ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડ્યા પછી પણ સાહિલ ખાન છે કરોડોનો માલિક, જીવે છે આવી લક્ઝરી લાઈફ

સાહિલ ખાન જન્મદિવસ

ફિલ્મ 'સ્ટાઈલ' (Style)નો એક્ટર (Actor) સાહિલ ખાન (Sahil Khan) 6 નવેમ્બરે પોતાનો જન્મદિવસ (Birthday) ઉજવી (Celebration) રહ્યો છે. ફિલ્મી સ્ટાઇલે સાહિલ ખાનને રાતોરાત સ્ટાર (Star) બનાવી દીધો.

  મુંબઈ: ફિલ્મ 'સ્ટાઈલ' (Style)નો એક્ટર (Actor) સાહિલ ખાન (Sahil Khan) 6 નવેમ્બરે પોતાનો જન્મદિવસ (Birthday) ઉજવી (Celebration) રહ્યો છે. ફિલ્મી સ્ટાઇલે સાહિલ ખાનને રાતોરાત સ્ટાર (Star) બનાવી દીધો. આ પછી તે ફિલ્મની સિક્વલ એક્સક્યુઝ મી (Excuse me )માં પણ જોવા મળ્યો હતો.

  સ્ટાઈલ, એક્સક્યુઝ મી ઉપરાંત સાહિલ ડબલ ક્લાસ અને અલાદ્દીન જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. જોકે, સાહિલ ખાન તેની ફિલ્મો ફ્લોપ થતાં ફિલ્મોથી દૂર થઈ ગયો હતો.

  સાહિલે ફિટનેસ ઈન્ડસ્ટ્રીમાં હાથ અજમાવ્યો અને પોતાનું જિમ ખોલ્યું. આ સિવાય તેમનો પોતાનો મિનરલ વોટરનો બિઝનેસ છે. સાહિલ ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર તેના 63 લાખથી વધુ ફોલોઅર્સ છે.

  બોલિવૂડની બ્લેક સાઈડ ખોલી હતી

  સાહિલે સોશિયલ મીડિયા પર લખ્યું કે તેને બોલિવૂડમાંથી સાઇડલાઈન કરવામાં આવ્યો છે. સાહિલે લખ્યું- 'જીવનમાં એવું બહુ ઓછા લોકો સાથે થાય છે કે તમારી પહેલી ફિલ્મ પછી, ભારતના ટોચના ફિલ્મ મેગેઝિનના કવર પર, ભારતના બે મોટા સુપરસ્ટાર સાથે હોય.

  સાહિલે આગળ લખ્યું, 'તેમાંથી એક સુપરસ્ટારને ખૂબ જ ખરાબ લાગ્યું. હું તેનો પ્રશંસક હતો, છતાં તે મને ઘણી વખત સાઇડ રોલ માટે, ટીવી શો માટે પણ ફોન કરતો રહ્યો અને પછી મને ઘણી ફિલ્મોમાંથી કાઢી મૂક્યો, નામ બડે અને દર્શન છોટે.

  સાહિલ ખાન વિવાદોમાં હતો

  સાહિલ ખાનનું નામ પણ વિવાદોમાં રહ્યું છે. સાહિલ ખાન એક સમયે ટાઇગર શ્રોફની માતા આયેશા શ્રોફ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં હતો. આયેશા શ્રોફે કહ્યું હતું કે સાહિલ ગે છે.

  આ પણ વાંચોફોટામાં દેખાતો આ માસૂમ બાળક આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર છે, ઓળખી બતાવો કોણ છે?

  વર્ષ 2018માં થાણે પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આયેશા શ્રોફે વકીલ રિઝવાન મારફત અભિનેતા સાહિલ ખાનના કોલ ડિટેઈલ રેકોર્ડ્સ કઢાવ્યા હતા. સાહિલ ખાને વર્ષ 2004માં અભિનેત્રી નિગાર ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે, બંનેએ એક વર્ષમાં જ છૂટાછેડા લઈ લીધા હતા.
  Published by:kiran mehta
  First published:

  Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday, Sahil Khan

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन