પરેશ રાવલે ઇશારા-ઇશારામાં પ્રિયંકા ગાંધી પર કર્યો પ્રહાર, કહ્યું - દાદીનું નાક કપાવી નાખ્યું

News18 Gujarati
Updated: July 2, 2020, 10:07 PM IST
પરેશ રાવલે ઇશારા-ઇશારામાં પ્રિયંકા ગાંધી પર કર્યો પ્રહાર, કહ્યું - દાદીનું નાક કપાવી નાખ્યું
પરેશ રાવલે ઇશારા-ઇશારામાં પ્રિયંકા ગાંધી પર કર્યો પ્રહાર, કહ્યું - દાદીનું નાક કપાવી નાખ્યું

પરેશ રાવલનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે

  • Share this:
મુંબઈ : બોલિવૂડ અભિનેતા અને બીજેપીના પૂર્વ સાંસદ પરેશ રાવલે (Paresh Rawal)ઇશારા-ઇશારામાં કોંગ્રેસ (Congress)પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)પર પ્રહાર કર્યો છે. પરેશ રાવલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે મફતના બંગલામાં રહીને પૌત્રીએ દાદીનું નાક કપાવી નાખ્યું. આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય (Housing & Urban Development Ministry)દ્વારા પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં લખ્યું છે કે પ્રિયંકા ગાંધીએ પોતાનો લોધી રોડ પર આવેલ બંગલા નંબર 35ને એક ઓગસ્ટ સુધી ખાલી કરવો પડશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા વ્યવસ્થા હટાવી લેવામાં આવી છે અને ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી છે. આ વ્યવસ્થા પ્રમાણે જેમને આ સુરક્ષા આપવામાં આવે છે તેમને સરકારી બંગલો આપવાનો નિયમ નથી. આથી પ્રિયંકા ગાંધીએ બંગલો ખાલી કરવો પડી શકે છે.

આ પણ વાંચો - ચીનને જડબાતોડ જવાબ આપવા ભારત મક્કમ, રશિયા પાસેથી 33 ફાઈટર જેટ ખરીદશેનવેમ્બર 2019માં ગાંધી પરિવારની હટાવી હતી એસપીજી સુરક્ષા

નવેમ્બર 2019માં કેન્દ્ર સરકારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા વ્યવસ્થા હટાવી લેવાનો નિર્ણય કર્યો હતો. ગાંધી પરિવારને હજુ પણ ઝેડ પ્લસ (Z Plus)સુરક્ષા આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે બધી એજન્સીઓ તરફથી મળેલ થ્રેટ ઇન્પુટનું આકલન કર્યા પછી આ નિર્ણય કર્યો હતો. કેન્દ્ર સરકારે ખતરાનું અવલોકન કરીને જાણ્યું હતું કે ગાંધી પરિવારને કોઈ પ્રકારનો સીધો ખતરો નથી.
First published: July 2, 2020, 10:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading