નવાજુદ્દીન સિદ્દીકી સમગ્ર પરિવાર સાથે 14 દિવસ માટે કવૉરન્ટીન, મુંબઈથી પહોંચ્યા હતા મુજફ્ફરનગર?

News18 Gujarati
Updated: May 18, 2020, 9:10 AM IST
નવાજુદ્દીન સિદ્દીકી સમગ્ર પરિવાર સાથે 14 દિવસ માટે કવૉરન્ટીન, મુંબઈથી પહોંચ્યા હતા મુજફ્ફરનગર?
નવાજુદ્દીન સિદ્દીકીના પરિવારે મુંબઈમાં કરાવ્યા હતા કોરોના ટેસ્ટ, તમામ નેગેટિવ આવતાં વતન પરત ફર્યા

નવાજુદ્દીન સિદ્દીકીના પરિવારે મુંબઈમાં કરાવ્યા હતા કોરોના ટેસ્ટ, તમામ નેગેટિવ આવતાં વતન પરત ફર્યા

  • Share this:
મુંબઈઃ હાલમાં સમગ્ર દેશ કોરોના વાયરસ (Coronavirus)ના કહેરનો સામનો કરી રહ્યો છે. બીજી તરફ તેના ખતરાને જોતાં લૉકડાઉન (Lockdown) લાગુ કરવામાં આવ્યું તો અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. પોતાના ઘરથી બહાર દૂર રહેતાં લોકો મુશ્કેલ સ્થિતિમાં પોતાના શહેર કે ગામ તારફ જવા માંગે છે. હાલમાં જ આવા જ સમાચાર સામે આવી રહ્યા છે કે જાણીતા બોલિવૂડ એક્ટર નવાજુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) પોતાના પરિવારની સાથે મુંબઈથી મુજફ્ફરનગર પહોંચી ગયા છે. અહેવાલ છે કે તેઓ મુંબઇથી મુજફ્ફરનગર પહોંચતા જ સમગ્ર પરિવારની સાથે ક્વૉરન્ટીન (Quarantine) થઈ ગયા છે. જોકે, નવાજુદ્દીન સિદ્દીકી તરફથી એવું કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું. એવામાં ન્યૂઝ18 તરફથી આ અહેવાલની પુષ્ટિ નથી થઈ શકી.

મૂળે, નવાજુદ્દીનને લઈ હાલમાં અનેક મીડિયા રિપોર્ટ્સ એવો દાવો કરી રહ્યા છે કે તેઓ લૉકડાઉન દરમિયાન મુંબઈથી રવાના થઈને પોતાના વતન મુજફ્ફરનગર પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ તેઓ 11 મેના રોજ માતા, ભાઈ અને ભાભીની સાથે મુંબઈથી આવ્યા છે. આ ઉપરાંત અહેવાલ એવા પણ છે કે મહારાષ્ટ્ર સરકારનો મંજૂરી પત્ર લઈને ખાનગી વાહનથી તેઓ વતન પરત ફર્યા અને રસ્તામાં અનેક સ્થળે રોકાઈને થર્મલ સ્કેનિંગ જેવી જરૂરી તકેદારી પણ રાખવામાં આવી. બીજી તરફ ઘરે પહોંચતા જ તેઓએ પોતાની અને આસપાસના લોકોની સુરક્ષા માટે તકેદારી રાખતાં પોતાને ક્વૉરન્ટીન કરી દીધા છે.


આ પણ વાંચો, લૉકડાઉનના ચોથા ચરણમાં માત્ર વિશેષ ટ્રેન, પાર્સલ, માલગાડીઓ જ દોડશેઃ ભારતીય રેલવે


નવાજના મુજફ્ફુરનગર પહોંચતા જ તમામને પ્રશાસને 14 દિવસ માટે ક્વૉરન્ટીન કર્યા છે. બીજી તરફ દૈનિક જાગરણના એક રિપોર્ટ મુજબ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોરોના સંક્રમણ ટેસ્ટ પરિવારના તમામ સભ્યોએ મુંબઈ જ કરાવ્યા હતા. તમામના રિપોર્ટ નેગેટિવ છે. રસ્તામાં કેટલેક સ્થળે સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ એન પોલીસને મેડિકલ રિપોર્ટ પણ દર્શાવવા પડ્યા. આ ઉપરાંત જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો સ્થાનિક પોલીસ તથા સ્વાસ્થ્ય વિભાગે પણ તમામની તપાસ બાદ તેમને હાલ 14 દિવસ માટે ક્વૉરન્ટીનમાં રાખ્યા છે.

આ પણ વાંચો, Lockdown: ફેસબુક, યૂટ્યૂબ નહીં સૌથી વધુ આ પ્લેટફોર્મ પર ઓનલાઇન ગેમ રમી રહ્યા છે લોકો
First published: May 18, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading