ઘરમાં ક્રોસ રાખવા બદલ માધવન ટ્રોલ થયો, એક્ટરે આપ્યો વળતો જવાબ

News18 Gujarati
Updated: August 18, 2019, 5:56 PM IST
ઘરમાં ક્રોસ રાખવા બદલ માધવન ટ્રોલ થયો, એક્ટરે આપ્યો વળતો જવાબ
આ તસવીર 15 ઓગષ્ટની છે જેમાં માધવન તેનાં દીકરા અને પિતા સાથે યજ્ઞોપવિત ધારણ કરેલો નજર આવે છે

આ તસવીર 15 ઓગષ્ટની છે જેમાં માધવન તેનાં દીકરા અને પિતા સાથે યજ્ઞોપવિત ધારણ કરેલો નજર આવે છે

  • Share this:
એન્ટરટેન્મેન્ટ ડેસ્ક: સોશિયલ મીડિયા પર આર માધવન તેની એક તસવીર શેર કરવા પર ટ્રોલ થયો છે. આ તસવીર 15 ઓગષ્ટની છે જેમાં માધવન તેનાં દીકરા અને પિતા સાથે યજ્ઞોપવિત ધારણ કરેલો નજર આવે છે. જોકે આ તસવીરમાં પાછળ ક્રોસ જોવા મળે છે. જે વાત ટ્રોલર્સને પસંદ ન આવી અને તેમણે માધવનને ફેક કહી દીધો.

એક યુઝરે માધવનની તસવીર શેર કરીને ક્રોસ પર સર્કલ કરીને લખ્યુ કે, 'બેકગ્રાઉન્ડમાં ક્રોસ કેમ છે? શું તે મંદીરમાં છે? તમે તમારું માન ગુમાવી દીધુ છે. શું તમે ચર્ચમાં હિન્દુ ભગવાનને જુઓ છો? આ ફેક ડ્રામા છે, જે તમે આજે કર્યો છે.'

માધવને આ ઘટના બાદ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે ટ્વિટ કરીને લખ્યું કે, 'હું ખરેખરમાં આપ સૌની પસંદની ચિંતા કરતો જ નથી. આશા છે કે તમે જલદી જ સાજા થઇ જશો. તમે તે હદે બીમાર છો કે તમને ગોલ્ડન ટેમ્પલની તસવીરનાં દેખાઇ અને પૂછ્યું નહીં કે શું હું શીખ ધર્મ અપનાવવા લાગ્યો છું? 'માધવને લખ્યું છે કે, મને તો દરગાહમાંથી પણ આશીર્વાદ મળ્યા છે અને તમામ ધાર્મિક સ્થળમાં માથુ નમાવું છું.. મારા ઘરમાં તમામ ધર્મને સન્માન આપવામાં આવે છે. મને બાળપણથી જ શીખવવામાં આવ્યું છે કે, ગર્વથી પોતાની ઓળખ જાળવી રાખો. સાતે જ દરેક ધ્મનું સન્માન કરો. હું દરેક ધર્મમાં માનુ છું. મને આશા છે કે મારો દીકરો પણ મારું અનુસરણ કરશે.'
First published: August 18, 2019, 5:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading