જાણીતા એક્ટર કિરણ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, 10 દિવસથી કરી રહ્યા છે આ કામ

News18 Gujarati
Updated: May 24, 2020, 7:32 AM IST
જાણીતા એક્ટર કિરણ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, 10 દિવસથી કરી રહ્યા છે આ કામ
અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકેલા કિરણ કુમારને કોરોનાના કોઈ લક્ષણ ન જોવા મળ્યા પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકેલા કિરણ કુમારને કોરોનાના કોઈ લક્ષણ ન જોવા મળ્યા પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો

  • Share this:
મુંબઈઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. એક પછી એક અનેક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. લૉકડાઉન (Lockdown) લાગુ હોવા છતાંય આ જીવલેણ વાયરસના વધતા કેસ તમામને ચિંતામાં મૂકી દીધા છે. હાલમાં બોલિવૂડ (Bollywood) અને ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા કિરણ કુમાર (Kiran Kumar) પણ કોરાનાની ઝપેટમાં આવી ગયા છે. તેઓએ જાતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે કિરણ કુમારને કોરોનાના કોઈ લક્ષણ નથી પરંતુ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona Positive) આવતાં પરિવાર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો છે. કિરણ કુમારની ઉંમર 74 વર્ષ છે તેથી તેમનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

મળતી માહિતી મુજબ, 14 મેના રોજ કિરણ કુમાર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેઓએ પોતાને ઘરમાં જ ક્વૉરન્ટીન કરી દીધા. તેઓએ પોતાના પરિવારથી પણ અંતર રાખી દીધું અને એક ફ્લોર પર જ પોતાને સીમિત કરી દીધી. તેઓ 10 દિવસથી ક્વૉરન્ટીન છે અને તેમનો બીજો કોવિડ-19 ટેસ્ટ 25 મેના રોજ થશે. ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ના રિપોર્ટ મુજબ, તેમાં તેમની સાથે વાત કરવાનો દાવો કરવામાં આવ્યો છે અને જણાવ્યું કે તેઓએ કેવી રીતે ઘરે પોતાની જાતને આઇસોલેટ કર્યા છે.

આ પણ વાંચો, રશિયામાં ફરી જોવા મળ્યો ‘ભેદી પ્રકાશ’, લોકોને એલિયન હોવાની આશંકા

આ રિપોર્ટનું માનીએ તો કિરણ કુમારે જણાવ્યું કે તેમને કોરોનાના કોઈ લક્ષણ નથી, તેમ છતાંય તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓએ જણાવ્યું કે તેમને ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઈ લક્ષણ નથી. તેઓએ એવું પણ જણાવ્યું કે તેમના ઘરમાં બે ફ્લોર છે અને તેઓએ પોતાને બીજા ફ્લોર પર આઇસોલેટ કરી દીધા છે.

નોંધનીય છે કે, કિરણ કુમાર પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક લોકો કોરોના સંક્રમિત હોવાના અહેવાલ સામે આવી ચૂક્યા છે. સૌથી પહેલા સિંગર કનિકા કપૂરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં બધા જ ચિંતામાં મૂકાઈ ગયા શતા. ત્યારબાદ નિર્માતા કરીમ મોરાની અને તેમની બે દીકરીઓ જોઆ મોરાની અને શાજિયા મોરાની સંક્રમિત થયા હતા. જોકે તેઓ તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા અને એકદમ સાજા થઈને ઘર પણ ગયા.

આ પણ વાંચો, આ પરિવારની ઊંઘ થઈ હરામ, 7 દિવસમાં ઘરમાં 123 કૉબ્રાએ આપ્યા દર્શન!
First published: May 24, 2020, 7:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading