ઍક્ટરે તેની મૉડલ પત્ની સાથે કરી મારઝૂડ, કાનનો પડદો ફાટ્યો

ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહારથી લોકોને અંજાવી દે તેવી લાગે છે પણ ઘણાં કિસ્સાઓ એવાં છે કે તેની કાળી બાજુ પણ ઉજાગર કરે છે.

News18 Gujarati
Updated: November 8, 2019, 9:54 AM IST
ઍક્ટરે તેની મૉડલ પત્ની સાથે કરી મારઝૂડ, કાનનો પડદો ફાટ્યો
ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહારથી લોકોને અંજાવી દે તેવી લાગે છે પણ ઘણાં કિસ્સાઓ એવાં છે કે તેની કાળી બાજુ પણ ઉજાગર કરે છે.
News18 Gujarati
Updated: November 8, 2019, 9:54 AM IST
ઇન્દૌર: મધ્ય પ્રદેશનાં ઇન્દૌરનાં મૂળ નિવાસી ઍક્ટર કર્ણ શાસ્ત્રી (Karan Shastri) પર તેની મૉડલ પત્ની સ્વાતિ મેહરા (Swati Mehra)એ ઘરેલૂ હિંસા (Domestic Violence) અને દહેજ (Dowry) માટે મારઝૂડનો કેસ દાખલ કરાવ્યો છે. આ મારઝૂડમાં સ્વાતિને એ હદે વાગ્યુ છે કે તેનાં કાનનો પડદો ફાટી ગયો છે.

આ પણ વાંચો-રાખી સાવંતે ટૉપલેસ થઇ શેર કર્યો વીડિયો, પતિ માટે ગાયું ગીત

સ્વાતિનો આરોપ છે કે તેનાં પતિએ ન ફક્ત તેની સાથે ખરાબ વર્તન કર્યુ છે પણ તેનો સાથ પણ છોડી દીધો છે. હવે તેઓ બંને સાથે નથી. તેનાં પતિએ દહેજ માટે તેનાંથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કપલે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લવ મેરેજ કર્યા હતાં. બંનેની મુલાકાત ગત વર્ષે એક ફિલ્મની શૂટિંગ દરમિયાન થઇ હતી. જેમાં કર્ણ મુખ્ય ભૂમિકા અદા કરી રહ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ સ્વાતિએ મુંબઇનાં ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં એક ઝીરો FIR દાખલ કરાવી હતી. હવે આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો- ગોવામાં બિચ પર હોટનેસ વધારતી અમાયરા દસ્તૂર

કર્ણએ કહ્યું કે, મારું કરિઅર બર્બાદ કરવા ઇચ્છે છે સ્વાતિ
Loading...

આ મામલે કર્ણ શાસ્ત્રીએ તેનો પક્ષ મુકતા કહ્યું કે, તેણે ક્યારેય સ્વાતિ પર હાથ ઉગામ્યો નથી. તેણે કહ્યું કે, આ વાત સાચી છે કે, બંને હવે સાથે નથી રહેતાં. પણ આ નિર્ણય બંનેની સહમતિથી લેવામાં આવ્યો હતો. લગ્નનાં થોડા સમય બાદથી જ બંનેએ અલગ અલગ રહેવાનો નિર્ણય કરી લીધો હતો. પણ હવે સ્વાતિએ તેને બદનામ કરવાનું શરૂ કરી દીધુ છે. તે તેનું કરિઅર બર્બાદ કરવાં ઇચ્છે છે. અને તેનાં પરિવારને પણ બદનામ કરવા ઇચ્છે છે.
First published: November 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...