ઇરફાન ખાનની યાદમાં પત્ની સુતાપાએ શેર કરી ભાવુક પોસ્ટ, 'હું તને ત્યાં મળીશ...'

News18 Gujarati
Updated: May 30, 2020, 11:41 AM IST
ઇરફાન ખાનની યાદમાં પત્ની સુતાપાએ શેર કરી ભાવુક પોસ્ટ, 'હું તને ત્યાં મળીશ...'
ઇરફાન, સુતાપા

બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાનના નિધનના એક મહિના પછી પત્ની સુતાપાએ ફરી એકવાર ભાવુક થઈને એક પોસ્ટ શેર કરી છે.

  • Share this:
મુંબઈ : સમય કેટલો ઝડપથી પસાર થઈ જાય છે. એવું લાગે કે જાણે કાલની જ વાત હોય. યાદોનો પટારો દરરોજ ખુલે છે, આ વચ્ચે બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાનના નિધનને એક મહિનો પૂરો થઈ ગયો છે. બોલિવૂડ (Bollywood)નો આ હીરો આ રીતે દુનિયાને અલવિદા કહી ગયો કે તમામ લોકોને રડતાં મૂકી ગયો. ઇરફાન ખાન (Irrfan Khan)નો પરિવાર તેને યાદ કરે છે, તેના બંને દીકરા સોશિયલ મીડિયા (Social Media) પર જૂની યાદો શેર કરી રહ્યા છે. પતિના નિધનને એક મહિનો થતા પત્ની સુતાપા સિકદરે (Sutapa Sikdar) ફરી એકવાર ભાવુક પોસ્ટ શેર કરી છે.

સુતાપાએ બે તસવીર શેર કરતા લખ્યું છે કે, "અહીંથી દૂર, સાચા અને ખોટા આગળ એક મેદાન છે. હું તને ત્યાં મળીશ. જ્યારે આપણી આત્મા ઘાસ પર નિરાતે આરામ કરશે અને દુનિયા વાતો કરીને થાકી ચૂકી હશે. આ ફક્ત થોડા સમયની જ વાત છે. મળીશું અને વાતો કરીશું. તને બીજી વખત મળવા સુધી."સુતાપાએ જે તસવીરો શેર કરી છે તેમાં બંને કોઈ પાર્કમાં નજરે પડી રહ્યા છે. એક તસવીરમાં ઇરફાન ખાન એકલો લોન પર નજરે પડી રહ્યો છે, જ્યારે બીજી તરવીરમાં ઇરફાન પત્ની સાથે સેલ્ફી લઈ રહ્યો છે.

નોંધનીય છે કે  ઇરફાન ખાન હાઇ ગ્રેડ ન્યૂરોએન્ડોક્રોઇન કેન્સર બીમારીથી પીડિત હતો. વર્ષ 2017માં જૂન મહિનામાં તેને પોતાની બીમારીની ખબર પડી હતી. જે બાદમાં કામને વચ્ચે છોડીને જ ઇરફાન સારવાર માટે વિદેશ ગયો હતો. ઇરફાન ખાને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની બીમારી વિશે માહિતી આપી હતી. વિદેશમાં સારવાર દરમિયાન ઇરફાન ખાન સમયાંતરે પોતાની તબિયત અંગે સોશિયલ મીડિયાના મારફતે માહિતી શેર કરતો રહેતો હતો.

પોતાની બીમારી પછી ઇરફાન ખાન 'અંગ્રેજી મીડિયમ' ફિલ્મમાં નજરે આવ્યો હતો. આ ફિલ્મ 13મી માર્ચના રોજ રિલીઝ થઈ હતી, પરંતુ કોરોના વાયરસને પગલે આ ફિલ્મ અમુક રાજ્યમાં રિલીઝ થઈ ન હતી. આ કારણે ફિલ્મની કમાણી પર ખૂબ માઠી અસર પડી હતી. ઇરફાનની આ ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. લૉકડાઉનને પગલે ઇરફાન ખાનની અંતિમયાત્રામાં 20 લોકો જ સામેલ થયા હતા.
First published: May 30, 2020, 11:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading