Home /News /entertainment /Irrfan Khan Death Anniversary: કરિયરના 3 દાયકામાં બોલિવૂડમાં અનન્ય છાપ છોડનાર ઇરફાનની આ 10 ફિલ્મો તો જોવી જ જોઇએ

Irrfan Khan Death Anniversary: કરિયરના 3 દાયકામાં બોલિવૂડમાં અનન્ય છાપ છોડનાર ઇરફાનની આ 10 ફિલ્મો તો જોવી જ જોઇએ

ઇરફાન ખાન

Bollywood News: ઇરફાન ખાનનું 29 એપ્રિલ 2020 ના રોજ કેન્સરને કારણે અવસાન થયું હતું. પરંતુ તેઓ ભવિષ્યની યુવા પેઢીના અભિનેતાઓ માટે ફિલ્મોનો સમૃદ્ધ વારસો છોડીને ગયા છે

Irrfan Khan in Film Industry: ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Indian Film Industry)ના સૌથી મશહૂર અને દમદાર અભિનેતાઓમાંના એક ઇરફાન ખાન (Irfan Khan) હંમેશા તેમની અભિનય કુશળતા અને ફિલ્મ પસંદગીઓ માટે ફેન્સના દિલોમાં ખાસ સ્થાન ધરાવે છે. તેની ત્રણ દાયકા લાંબી અભિનય કારકિર્દીમાં, ઈરફાને માત્ર તેના અભિનયથી ફિલ્મ ઉદ્યોગમાં એક છાપ છોડી ન હતી, પરંતુ એ પણ ધ્યાન રાખ્યું હતું કે તેણે કરેલી દરેક ભૂમિકા અન્ય કરતા તદ્દન અલગ હોય.

પાન સિંહ તોમર, લાઈફ ઓફ પાઈ, પીકુ, હાસિલ, મકબૂલ, ધ નેમસેક અને ધ લંચબોક્સ એ એવી ફિલ્મો છે, જેણે ઈરફાનને ભારતની સાથે સાથે વિદેશમાં પણ બેસ્ટ એક્ટિંગ ટેલેન્ટમાં સ્થાન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઇરફાન ખાનનું 29 એપ્રિલ 2020 ના રોજ કેન્સરને કારણે અવસાન થયું હતું. પરંતુ તેઓ ભવિષ્યની યુવા પેઢીના અભિનેતાઓ માટે ફિલ્મોનો સમૃદ્ધ વારસો છોડીને ગયા છે. આજે તેમની પુણ્યતિથિ (Irfan Khan Death Anniverasary) પર ઇરફાનની ટોપ 10 ફિલ્મો પર કરીએ નજર –

પાન સિંહ તોમર

એક આર્મી મેન અને સાત વખતના નેશનલ સ્ટીપલ ચેઝ ચેમ્પિયન પાન સિંહ તોમરના જીવન પર આધારિત આ ફિલ્મ બદલાની વાર્તા છે. તોમર તે દરેકને મારી નાંખે છે, જેણે તેની માતાની હત્યા કરી હતી અને પછી એન્કાઉન્ટરમાં માર્યો જાય છે. તિગ્માંશુ ધુલિયાના દિગ્દર્શનમાં ખાનનો અભિનય શાનદાર હતો અને તેણે તેના માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યો હતો.

ઇરફાન ખાન


મકબૂલ

મકબૂલ, મેકબેથ ઇક્વિવેલેન્ટ એ મિયાં મકબૂલ (ઇરફાન) અને મુંબઈના અંડરવર્લ્ડના વડા જહાંગીરખાન (પંકજ કપૂર) અંગેની ફિલ્મ છે. મકબૂલ જહાંગીરખાનની રખાત નિમ્મી (તબ્બુ)ના પ્રેમમાં પડે છે અને તેઓ મુંબઈના અંડરવર્લ્ડ પર નિયંત્રણ મેળવવા માટે જહાંગીરખાનની હત્યા કરવાનું પ્લાનિંગ કરે છે. જહાંગીરની હત્યા કરવાની તેમની યોજના સફળ થવા છતાં કપલનો દુઃખદ અંત આવે છે. ઈરફાને મકબૂલની ભૂમિકા ખૂબ જ શાનદાર રીતે ભજવી હતી અને આ ફિલ્મ હજુ પણ ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અભિનયમાંની એક માનવામાં આવે છે.

ધ લંચબોક્સ

લંચબોક્સને ખાનંદની ટોચની ફિલ્મો પૈકી ગણાવી શકાય. આ ફિલ્મ સાજન (ઇરફાન ખાન) અને ઇલા (નિમ્રત કૌર) વચ્ચેના ઉભરતા પ્રેમને દર્શાવે છે, જેની શરૂઆત મુંબઈમાં ટિફિન સેવાથી થઈ હતી. ઇલા તેના પતિ માટે સ્પેશિયલ ટિફિન બોક્સ તૈયાર કરે છે, જે ભૂલથી સાજનને મળી જાય છે. એવું પણ માનવામાં આવે છે કે તેણે આ ફિલ્મ ક્રિસ્ટોફર નોલનની ઇન્ટરસ્ટેલર પર પસંદ કરી છે.

ઇરફાન ખાન


લાઇફ ઓફ PI

એંગ લી દ્વારા દિગ્દર્શિત અન્ય એક માસ્ટરપીસ. આ ફિલ્મ પાઈ પટેલના જીવનની આસપાસ ફરે છે, ઇરફાનની આ ફિલ્મે વૈશ્વિક સ્તરે ખૂબ જ અદ્દભૂત પ્રદર્શન કર્યુ છે અને કલાકારોના અભિનયના પણ વખાણ થયા હતા.

હિન્દી મીડિયમ

હિન્દી મીડિયમ એક મજબૂત સામાજિક સંદેશ સાથેની ફિલ્મ છે. સાકેત ચૌધરી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મમાં ઇરફાન સાથે સબા કમર છે અને આ જોડી ચાંદની ચોકના માતાપિતાની ભૂમિકા ભજવે છે જેઓ તેમના બાળકને અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ડી-ડે

ઈરફાન ખાને ડી-ડેમાં ઈન્ટેલિજન્સ ઓફિસર વલી ખાનની ભૂમિકા ભજવી હતી. તેમના કો-સ્ટાર પણ એક ઉમદા કલાકાર હતા સ્વ. અભિનેતા ઋષિ કપૂર. આ ફિલ્મ બોર્ડર પર થઇ રહેલા આતંકવાદ આધારિત હતી. તેમણે ઋષિ કપૂર દ્વારા ભજવવામાં આવેલ આતંકવાદી ગોલ્ડમેનને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

લાઇફ ઇન મેટ્રો

મલ્ટી-સ્ટારર ફિલ્મમાં ખાનની ભૂમિકા ટૂંકી હોવા છતાં તેના અભિનયથી દર્શકોને આકર્ષવામાં સફળ રહ્યો હતો. તે પાત્ર મોન્ટી શ્રુતિ (કોંકણા સેન શર્મા)ને મળે છે અને તેના પ્રેમમાં પડે છે. દિગ્દર્શક અનુરાગ બાસુએ પાત્રોના લવ એંગલ સાથે શાનદાર કામ કર્યું છે.

ઇરફાન ખાન


અંગ્રેજી મીડિયમ

હોમી અદજાનિયાની અંગ્રેઝી મીડિયમ ઇરફાન અભિનીત છેલ્લી ફિલ્મ હતી. તેણે ચંપક બંસલની ભૂમિકા ભજવી હતી, જે એક કિશોરવયની છોકરીના પિતા હતા, જે તેના ગ્રેજ્યુએશન બાદ લંડન જવા ઈચ્છે છે. બંસલ એક મધ્યમવર્ગીય માણસ હોવાથી તે જાણે છે કે તેની છોકરીને તેની ઇચ્છિત કૉલેજમાં મોકલવામાં કેટલી મુશ્કેલી પડશે.

આ પણ વાંચો- મનોરંજન જગતમાં હિન્દીની ચર્ચા વધી, નવાઝુદ્દીન સિદ્દીકીએ બોલિવૂડ કલાકારોના અંગ્રેજી પ્રેમની ઝાટકણી કાઢી!

તલવાર

આ ફિલ્મ નોઇડાના ડબલ મર્ડર કેસ પર આધારિત છે. આ ફિલ્મ દિગ્દર્શક મેઘના ગુલઝાર સાથે કોંકણા સેન શર્મા, નીરજ કબી, તબ્બુ અને ઈરફાન જેવા પ્રતિભાશાળી કલાકારો પણ છે. ઇરફાને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર અશ્વિન કુમારનું પાત્ર ભજવ્યું છે અને શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે.

પીકુ

ડિરેક્ટર શુજીત સિરકાર નિર્મિત ફિલ્મ પીકુ, ઇરફાન ખાનની અન્ય એક માસ્ટરપીસ કામગીરનું ઉદાહરણ છે. આ ફિલ્મ દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન જેવા કલાકારો માટે ગેમ-ચેન્જર બની છે, જેઓ પિતા-પુત્રીની જોડી પીકુ અને ભાસ્કરની ભૂમિકા ભજવે છે. ઇરફાને એક ટેક્સી સર્વિસ બિઝનેસના માલિકની ભૂમિકા ભજવી હતી, જે પીકુ અને ભાસ્કરને દિલ્હીથી કોલકાતા સુધી લઈ જાય છે.
First published:

Tags: Bollywood actor, Death anniversary, Irrfan khan