ઇરફાન ખાનની તબિયત બગડી, મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ

ઇરફાન ખાન.

અભિનેતા ઇરફાન ખાનને તબિયત બગડ્યા બાદ ફરી એક વખત મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

 • Share this:
  મુંબઈ : છેલ્લા થોડા સમયથી કેન્સર (Cancer Disease) જેવી બીમારીથી લડી રહેલા અભિનેતા ઇરફાન ખાન (Actor Irfan Khan)ની તબિયત ફરી એકવાર બગડી છે. જે બાદમાં તેને મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલ (Mumbai Kokilaben Hospital) ખાતે ખસેડવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા જ ઇરફાન ખાનની માતાનું નિધન થયું હતું. લૉકડાઉન (Lockdown)ને પગલે ઇરફાન માતાની અંતિમયાત્રામાં સામેલ થઈ શક્યો ન હતો.

  ઇરફાન ખાનની માતા સઈદા બેગમ ઘણા લાંબા સમયથી બીમારી હતા. પરિવારના લોકોએ અંતિમ વિદાય આપીને જયપુરમાં તેમને સુપર્દ-એ-ખાક કર્યા હતા. જોકે, આનાથી દુઃખદ વાત એ હતી કે લૉકડાઉનને પગલે ઇરફાન ખાન પોતાની માતાની અંતિમયાત્રામાં સામેલ થઈ શક્યો ન હતો. ઇરફાને વીડિયો કૉન્ફરન્સિંગથી માતાના અંતિમ દર્શન કર્યા હતા. માતાના નિધન બાદથી ઇરફાનની તબિયત ખરાબ છે.

  આ પણ વાંચો : કોરોનાઃ અફવા બાદ ઈરાનમાં 5000 લોકોએ પીધો ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ, 728નાં મોત

  નોંધનીય છે કે કેન્સર પછી ઇરફાન ખાન રૂટિન તપાસ માટે પણ કોકિલાબેન હૉસ્પિટલમાં જાય છે. પ્રાપ્ત વિગત પ્રમાણે હાલ ઇરફાન હૉસ્પિટલમાં છે. ઇરફાન ખાન હાઇ ગ્રેડ ન્યૂરોએન્ડોક્રોઇન કેન્સર બીમારીથી પીડિત હતો. વર્ષ 2017માં જૂન મહિનામાં તેને પોતાની બીમારીની ખબર પડી હતી. જે બાદમાં કામને વચ્ચે છોડીને જ ઇરફાન સારવાર માટે વિદેશ ગયો હતો. ઇરફાન ખાને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની બીમારી વિશે માહિતી આપી હતી. વિદેશમાં સારવાર દરમિયાન ઇરફાન ખાન સમયાંતરે પોતાની તબિયત અંગે સોશિયલ મીડિયાના મારફતે માહિતી શેર કરતો રહેતો હતો.

  આ પણ વાંચો : સુરતમાં કોરોનાની સારવાર લઈ રહેલી યુવતીનો વીડિયો વાયરલ, સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ

  પોતાની બીમારી પછી ઇરફાન ખાન 'અંગ્રેજી મીડિયમ' ફિલ્મમાં નજરે આવ્યો હતો. આ ફિલ્મ 13મી માર્ચના રોજ રિલીઝ થઈ હતી, પરંતુ કોરોના વાયરસને પગલે આ ફિલ્મ અમુક રાજ્યમાં રિલીઝ થઈ ન હતી. આ કારણે ફિલ્મની કમાણી પર ખૂબ માઠી અસર પડી હતી. ઇરફાનની આ ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: