બિહારનાં વધુ એક બોલિવૂડ એક્ટરનું મુંબઇમાં મોત, પરિજન બોલ્યા- હત્યા થઇ છે

News18 Gujarati
Updated: September 29, 2020, 3:38 PM IST
બિહારનાં વધુ એક બોલિવૂડ એક્ટરનું મુંબઇમાં મોત, પરિજન બોલ્યા- હત્યા થઇ છે
અક્ષત ઉત્કર્ષ, બોલિવૂડ એક્ટર

મૂળ બિહારનાં બોલિવૂડ હિરોનું નામ અક્ષત ઉત્કર્ષ છે. તેનાં મામા રંજીત સિંહએ ભાણીયાનાં મોતને હત્યા ગણાવી છે અને મુંબઇ પોલીસ (Mumbai Police) પર સહયોગ ન કરવાનો આરોપ લગાવ્યો છે.

  • Share this:
સુધીર કુપમાર/ મુઝ્ફ્ફરપુર: બિહારનાં મુઝફ્ફરપુરનાં રહેવાસી નવોદિત કલાકારનું મુંબઇમાં શંકાસ્પદ મોત થઇ ગયુ છે. મૃતકનું નામ અક્ષત ઉત્કર્ષ છે. જે મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. અક્ષત બોલિવૂડનો નવોદિત કાલકાર હતો. તે મૂળ રૂપથી મુઝફ્ફરપુરનાં સિંકદરપુરનો રહેવાસી હતો. મૃતકનાં પરિજનોએ અક્ષત ઉત્કર્ષનાં શંકાસ્પદ મોત બાદ હત્યાનો આરોપ લગાવ્યો છે.

રવિવારે રાત્રે 9 વાગ્યે અક્ષતની તેનાં પિતા સાથે વાત તઇ હતી. જે બાદ મોડી રાત્રે તેનાં મોતનાં સમાચાર મળ્યાં હતાં. આ સાથે જ અક્ષતનાં મામાએ મુંબઇ પોલીસ પર સહયોગ ન કરવાનો આરોપ લગાવ્યો છે. અક્ષત મૂળ રૂપથી મુઝફ્ફરપુરનાં સિંકદરપુરનો રહેવાસી છે. થોડા સમય પહેલાં જ પટના એરપોર્ટ પર પહોંચ્યું છે.

અક્ષતનાં પિતાએ તેની સાથે 8.45 વાગ્યે વાત કરી હતી. જ્યારે મોડી રાત્રે 11.30 વાગ્યે સ્નેહા ચૌહાણે અક્ષતનાં ભાઇને બેંગ્લુરુમાં ફોન કરીને અક્ષતનાં મોતની માહિતી આપી હતી. મોતની સૂચના મળતા જ અક્ષતનાં પરિવારજનો આધાતમાં સરી ગયા હતાં. 29 સ્પટેમ્બરનાં અક્ષતનાં મામા રંજૂ સિંહ અને કાકા વિક્રાંત કિશોર ડેડ બોડી લેવા મુંબઇ આવ્યાં હતાં.

આ પણ વાંચો- સુશાંતનાં અંતિમ સંસ્કારનો વીડિયો જોઇને ભડકી અંકિતા લોખંડે, કહ્યું- તુરંત ડિલીટ કરો

અક્ષતે અંતિમ તેનાં પિતા સાથે વાત કરી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે તે ભોજપૂરી ફિલ્મોમાં તેની કિસ્મત અજમાવી રહ્યો હતો. તે લખનઉથી MBA થયેલો છે. ગત 2 વર્ષથી તે મુંબઇમાં છે. અક્ષતનાં કાકાનું કહેવું છે કે, સ્નેહા ચૌહાણ અને અક્ષત વચ્ચે ઘણી જ ઘનિષ્ઠતા હતી આ ઉપરાંત આકાંક્ષા દુબે નામની એક યુવતી અંગે પણ વાત કરી હતી. આકાંક્ષા અક્ષતની MBAની ક્લાસમેટ હતી.

અક્ષતનાં પરિવારજનોનો આરોપ છે કે મુંબઇ પોલીસે આ કેસમાં કોઇ જ પ્રકારનો સહયોગ નથી કરી રહી. સાથે જ આ કેસમાં કોઇજ પ્રાકરની FIR પણ દાખલ કરવામાં આવી નથી. હાલમાં આ ઘટના અંગે કોઇ જ વિસ્તૃત માહિતી સામે આવી નથી. આ પહેલાં મુંઇમાં જ બિહારનાં એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં શંકાસ્પદ મોતની તપાસ થઇ રહી છે જે અંગે હજુ સુધી કોઇ જ માહિતી બહાર આવી નથી.આ પણ વાંચો- Sushant Singh Case: CBIને મળી સુશાંતની વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર

અક્ષતનું મોત 27 સ્પટેમ્બર 2020નાં મોડી રાત્રે થયુ છે. જ્યારે સુશાંત સિંહ રાજપૂતનું નિધન 14 જૂન 2020નાં થયુ હતું. હાલમાં અક્ષતનાં કેસમાં કોઇ જ માહિતી સામે આવી નથી.
Published by: Margi Pandya
First published: September 29, 2020, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading