કોમેડિયન દિનયાર કોન્ટ્રાક્ટરનું નિધન, PMએ આપી શ્રદ્ધાંજલિ

પ્રખ્યાત અભિનેતા દિનાયાર કોન્ટ્રાક્ટરનું અવસાન થયું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી.

News18 Gujarati
Updated: June 5, 2019, 12:30 PM IST
કોમેડિયન દિનયાર કોન્ટ્રાક્ટરનું નિધન, PMએ આપી શ્રદ્ધાંજલિ
જાણીતા અભિનેતા દિનયાર કોન્ટ્રાક્ટરનું નિધન
News18 Gujarati
Updated: June 5, 2019, 12:30 PM IST
જાણીતા અભિનેતા દિનયાર કોન્ટ્રાક્ટરનું અવસાન થયું છે. તે 79 વર્ષના હતા અને વધતી ઉંમરની મુશ્કેલીઓથી પીડાઇ રહ્યા હતા. આજે સવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આજે બપોરના સાડા ત્રણ વાગ્યે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

દિનયારના નિધન પર વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો. તેમણે એક તસવીર શેર કરતા ટ્વિટ કર્યું, પદ્મશ્રી શ્રી દિનયાર કોન્ટ્રાક્ટર ખૂબ જ ખાસ હતા કારણ કે તેઓએ દુનિયામાં અનેક લોકોને ખુશીઓ આપી. વર્સેટાઇલ, આર્ટ-એક્ટિંગથી અનેક ચહેરાઓ પર સ્માઇલ આવી, ટીવી અથવા ફિલ્મોમાં તેણે દરેક માધ્યમમાં આશ્ચર્યજનક કામ કર્યું છે. તેમના અવસાનના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું.


Loading...

દિનયારે 'બાજીગર', 'ખિલાડી', 'બદશાહ' અને '36 ચાઇના ટાઉન 'જેવી સુંદર ફિલ્મો આપી હતી. તેઓએ એનેક લોકપ્રિય ટીવી શોમાં પણ કામ કર્યુ. તેમની શરુઆત થિયેટર કલાકાર તરીકે શરૂ કરી. તેઓ ફક્ત ગુજરાતી અને હિન્દી નાટકોમાં જ કામ કરતા હતા.
First published: June 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...