દિલીપ કુમારના બંને ભાઈ કોરોનાથી સંક્રમિત, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

ફાઈલ તસવીર

કોવિડ-19ના શિકાર થયા બાદ શનિવારે રાત્રે અહસાન અને અસલમ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને ભાઈઓનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું હતું.

 • Share this:
  મુંબઈઃ બોલિવૂડના મશહૂર એક્ટર દિલીપ કુમારના (Dilip Kumar) બંને ભાઈ અહસાન ખાન અને અસલમ ખાન કોરોના (COVID-19) સંક્રમિત મળ્યા છે. બંને ભાઈઓની સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં (Lilavati Hospital) દાખલ કરવામાં આવ્યા છે. અહસાન ખાન 90 વર્ષના છે જ્યારે અસલમ ખાન તેમનાથી થોડા નાના છે.

  ઓક્સિજન લેવલ ઓછું હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ
  મીડિયા રિપોર્ટ પ્રમાણએ કોવિડ-19ના શિકાર થયા બાદ શનિવારે રાત્રે અહસાન અને અસલમ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને ભાઈઓનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું હતું.

  બંને ભાઈઓની સારવાર કરી રહેલા મશહૂર ડોક્ટર જલીલ પારકરે જણાવ્યું હતું કે, અસલમ ખાન અને અહસાન ખાન નોન ઈનવેસિવ વેન્ટિલેટર સપોર્ટ ઉપર છે. તેમને હાઈપોક્સિયા હતો. તેમનું ઓક્સિજન લેવલ ઓછું હતું. બંનને ખાંસી અને તાવ હતો.

  આ પણ વાંચોઃ-કોરોના પણ કંઈ ન બગાડી શક્યો આ પ્રેમીઓનું, ગંભીર દર્દીએ હોસ્પિટલમાં કર્યા લગ્ન

  આ પણ વાંચોઃ-મામલતદારના ઘરે ACBનો દરોડો, લાંચના એટલા રૂપિયા મળ્યા કે થઈ ગયો ઢગલો

  આ પણ વાંચોઃ-યુવકનું જોરદાર ઈનોવેશન! માત્ર રૂ.3500માં બનાવી AC વાળી PPE કિટ, 5-6 કલાક રહેશે ઠંડક

  એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ જણાવ્યું હતું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. અહસાન અને અસલમ બંને જલદી સારા થઈને ઘરે પરત ફરશે. ડોક્ટર જલીલ પારકર અને ડોક્ટર, નિખિલ ગોખલે તેમની સારવાર કરી રહ્યા છે. બંને ખૂબ જ કાબિલ ડોક્ટર છે.

  જ્યારે દિલીપ કુમારના સ્વાસ્થ્ય અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સાયરા બાનોએ કહ્યું હતું કે તમારા બાધાની દુઆઓના કારણે તેઓ બિલકુલ સ્વસ્થ્ય અને ઘરે આરામ કરી રહ્યા છે.
  Published by:ankit patel
  First published: