Happy Birthday Deepak Tijori: દીપક તિજોરીને આડા સંબંધોના કારણે પત્નીએ છૂટાછેડા લઈ ઘરમાંથી કાઢી મૂક્યો હતો

અભિનેતા દીપકની ફાઈલ તસવીર

deepak tijor birthday: અભિનેતા દીપક તિજોરીના જીવનની વાત કરીએ તો દીપક તિજોરીએ શિવાની નામની (deepak tijori wife shivani) ડિઝાઈનર સાથે 1997માં લગ્ન કર્યા હતા. શિવાની અને દીપક તિજોરીને બે બાળકો છે. વર્ષ 2017માં શિવાનીએ દીપકને ગોરેગાંવવાળા 4BHK ફ્લેટથી કાઢી મૂક્યો હતો.

  • Share this:
    Deepak tijori birthday special: બોલિવૂડ જગતમાં (Bollywood news) 90ના દશકમાં અનેક સુપરહિટ ફિલ્મોમાં (superhit movies) કામ કરી ચુકેલા અભિનેતા દીપક તિજોરીનો (Actor deepak tijori birthday) જન્મ 28 ઓગસ્ટ 1961માં થયો હતો. દીપક તિજોરીએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત અક્ષય કુમારથી (Akshay Kumar) આમિર ખાન (Aamir Khan) અને શાહરુખ ખાન (Shahrukh Khan) જેવા એક્ટર સાથે સ્ક્રીન શેર કરી હતી.

    પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફના કારણે પણ દીપક ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. વર્ષ 2017માં તો દીપક તિજોરીની પત્નીએ (deepak tijori wife) તેમને ઘરમાંથી બહાર કાઢી દીધા હતા દીપક તિજોરી પોતાના 60મો જન્મ દિવસ મનાવી રહ્યા છે.

    અભિનેતા દીપક તિજોરીના જીવનની વાત કરીએ તો દીપક તિજોરીએ શિવાની નામની ડિઝાઈનર સાથે 1997માં લગ્ન કર્યા હતા. શિવાની અને દીપક તિજોરીને બે બાળકો છે. વર્ષ 2017માં શિવાનીએ દીપકને ગોરેગાંવવાળા 4BHK ફ્લેટથી કાઢી મૂક્યો હતો. શિવાનીએ આરોપ લગાવ્યો હતો કે દીપક તેને દગો કરી રહ્યો છે.

    પત્નીએ આરોપ લગાવ્યો હતો કે દીપકના તેની યોગા ઈસ્ટ્રક્ટર સાથે ફિજિકલ રિલેશન હતા. શિવાનીએ દીપકને ઘરમાંથી કાઢી મૂકવાની સાથે છૂટાછેડા પણ આપ્યા હતા. છૂટાછેડા આપ્યા બાદ કોર્ટ મારફતે વળતરની માંગણી પણ કરી હતી. જવાબમાં દીપકે એક એવો ખુલાસો કર્યો કે બધા ચોંકી ગયા હતા.

    આ પણ વાંચોઃ-શું ગર્ભવતી છે ઐશ્વર્યા રાય બચ્ચન? વીડિયો જોઇ યુઝર્સે કહ્યું- હવે તેનું બેબી બેમ્પ સ્પષ્ટ દેખાય છે

    દીપક તિજોરીએ કહ્યું હતું કે તેના શિવાલી સાથે લગ્ન ગેરકાયદે છે. જ્યારે શિવાની સાથે લગ્ન કર્યા હતા ત્યારે શિવાનીએ તેના પહેલા પતિ સાતે છૂટાછેડા આપ્યા ન્હોતા. દીપકે કોર્ટમાં કહ્યું હતું કે, આ પ્રકારે તેમના લગ્ન પણ ગેરકાનૂની છે જેની કોઈ માન્યતા નથી.

    આ પણ વાંચોઃ-દિલ્હી CM અરવિંદ કેજરીવાલને મળ્યો Sonu Sood, 'આપ'માં શામેલ થાય તેવી ચર્ચા

    ઉલ્લેખનીય છે કે દીપક તિજોરીની પુત્રી સમારા પણ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. 2016ની ફઇલ્મ ઢિશૂમમાં સમારા નજર આવી હતી. જોકે, દીપક તિજોરીએ અફસાના પ્યાર કા, દિલ હૈ કી માનતા નહીં, ખિલાડી, આંસૂ બને અંગારે, પહલા નશા, જાનમ, આઈના, દિલ તેરા આશિક, સંતાન, છોટી બહૂ, કભી હાં કભી ના, અંઝામ, સાજન કા ઘર, ધ જેન્ટલમેન, ગેંગસ્ટર, નાઝાયજ પ્રેમ, સરહદ, રાજા, ગુલામ, યે હૈ મુંબઈ મેરી જાન, બાદશાહ, વાસ્તવ, દુલ્હન હમ લે જાયેંગે, પ્યાર દીવાના હોતા હૈ, ફરેબ અને રાજા નટવરલાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
    Published by:ankit patel
    First published: