મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ (bipasha basu) અને કરણ સિંહ ગ્રોવર (karan singh grover)ની ફિલ્મના સેટ પર થયેલી મુલાકાત પ્રેમમાં બદલાઇ ગઇ હતી. થોડા સમય ડેટ કર્યા બાદ તેમણે લગ્ન કરી લીધા હતા. બોલિવૂડના ક્યુટ કપલ કરણ-બિપાશા માતા-પિતા બનશે તેવા સમાચારો ઘણી વખત સામે આવ્યા, પરંતુ બન્ને નકારતા આવ્યા છે. હવે જાણવા મળી રહ્યું છે કે, આગામી સમયમાં તેમના ઘરે મહેમાનનું આગમન થશે. (expecting first child) જોકે, અત્યાર સુધી કપલે આ અંગે પ્રતિક્રિયા આપી નથી.
પિંકવિલાના અહેવાલ અનુસાર, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તેમના પ્રથમ સંતાનના આગમનની તૈયારીઓ કરી રહ્યા છે. તે પોતાના પ્રથમ સંતાન અંગે ટૂંક સમયમાં ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરશે. તેના નિકટના સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, માતા-પિતા (become parents) બનવાને લઇને બન્ને બહુ ખુશ અને ઉત્સાહી છે. બિપાશા લગ્નના છ વર્ષ બાદ માતા બનવા જઇ રહી છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
એપ્રિલ, 2016માં લગ્ન કરનાર આ કપલના લગ્નને છ વર્ષ પૂરા થઇ ગયા છે. મેરેજ એનિવર્સરી પર બિપાશા બાસુએ સોશિયલ મીડિયામાં એક સુંદર નોટ લખીને કરણ સિંહ ગ્રોવર માટે પ્રેમ વ્યક્ત કર્યો હતો. બિપાશાએ લખ્યું હતું કે, તું મારા ચહેરા અને આંખોમાં ખુશીનું કારણ છે. જે દિવસથી તને મળીશું, પ્રેમ દિવસે-દિવસે વધતો જાય છે. હું તને બહુ પ્રેમ કરું છું અને હંમેશા કરતી રહીશ. કરણે પણ કંઇક આવા અંદાજમાં જ શુભેચ્છા પાઠવી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બન્ને ઘણા સમયથી પડદા પર જોવા મળ્યા નથી. છેલ્લે કરણ ટીવી સીરિયલ કુબુલ 2.0માં જોવા મળ્યો હતો. જ્યારે બિપાશા ફિલ્મ ડેન્ઝરસમાં જોવા મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર