Home /News /entertainment /'તેરે નામ' અને 'કબીર સિંહ'ને લઈ શું કહી દીધુ સતીશ કૌશિક, નાના શહેરોમાં આવા હોય છે આશિક!
'તેરે નામ' અને 'કબીર સિંહ'ને લઈ શું કહી દીધુ સતીશ કૌશિક, નાના શહેરોમાં આવા હોય છે આશિક!
દિગ્દર્શક સતીશ કૌશિક
દિગ્દર્શક સતીશ કૌશિકે (Satish Kaushik) તેની ફિલ્મ 'તેરે નામ' (Tere Naam) અને શાહિદ કપૂર (shahid kapoor) સ્ટારર 'કબીર સિંહ' (kabir singh) ની સરખામણી કરી
સતીશ કૌશિકે (Satish Kaushik) વર્ષ 2003માં સલમાન ખાન (Salman Khan) સાથે ફિલ્મ 'તેરે નામ' બનાવી હતી. આ ફિલ્મમાં સલમાને એક પ્રેમીની ભૂમિકા ભજવી હતી જે ડરાવી-ધમકાવીને પોતાનો પ્રેમ મેળવવા માંગે છે. આ ફિલ્મમાં સલમાને રાધે મોહન અને ભૂમિકા ચાવલાએ નિર્જરાની ભૂમિકા ભજવી હતી. 'તેરે નામ'ની વાર્તા બાલા અને જૈનેન્દ્ર જૈને લખી હતી. તે 1999માં આવેલી તમિલ ફિલ્મ 'સેતુ'ની હિન્દી રિમેક છે. સતીશ કૌશિકે પોતાની ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત કરી છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં બોલિવૂડના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકે તેની ફિલ્મ 'તેરે નામ' (Tere Naam) અને શાહિદ કપૂર સ્ટારર 'કબીર સિંહ'ની સરખામણી કરી. સતીષે કહ્યું કે 'આપણે સમય સાથે ચોક્કસ બદલાવની જરૂર પડશે. એક જ ફિલ્મ બનાવવી અને સલમાન ખાનને તે જ રીતે અભિનય કરાવવો મુશ્કેલ છે. સલમાન હંમેશા કહે છે કે સારી ફિલ્મ છે અને ચાલશે પણ પાત્ર ખોટો સંદેશ આપે છે. તો, ફિલ્મ 'કબીર સિંહ' પર ચર્ચા થઈ હતી, જે 'તેરે નામ'ની અનુકૂલિત નકલ છે.
સતીશ કૌશિકે કહ્યું, 'આ સંસ્કૃતિ હજુ પણ નાના શહેરોમાં છે'
સતીશ કૌશિકે કહ્યું કે, ફિલ્મમાં નિર્જરાના ઈશ્ક મેં પાગલ રાધે દરેક રીતે તેનું દિલ જીતવાનો પ્રયાસ કરે છે. તેને ના સાંભળવાનું ગમતું નથી જે બિલકુલ યોગ્ય નથી. પરંતુ જો તમે ધ્યાન આપો, તો આ સંસ્કૃતિ હજુ પણ નાના શહેરોમાં છે. એક ફિલ્મમેકર તરીકે તમારી જવાબદારી છે કે તમે આવી લવસ્ટોરી બતાવવા માંગો છો કે નહીં, એ અલગ મુદ્દો છે.
સતીશે કહ્યું કે, 'સ્વાભાવિક રીતે આજે કોઈ આને ટાળવા માંગશે. તમે કોઈની સાથે પ્રેમમાં ન પડી શકો જે તમને ના પાડે છે, પરંતુ પછી તે જુસ્સો હતો કે તમે કોઈની ના સાંભળી શકતા નથી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રાધેના રોલમાં સલમાન ખાનને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. ભૂમિકાએ તો ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર