UPના પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા માટે અમિતાભ બચ્ચને છ ફ્લાઇટ બૂક કરાવી

News18 Gujarati
Updated: June 10, 2020, 3:40 PM IST
UPના પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા માટે અમિતાભ બચ્ચને છ ફ્લાઇટ બૂક કરાવી
અમિતાભ બચ્ચન (ફાઇલ તસવીર)

અમિતાભ બચ્ચને છ ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરી, ચાર ફ્લાઇટ આજે અને બે ફ્લાઇટ 11મી જૂનના રોજ રવાના થશે.

  • Share this:
મુંબઈ : કોરોના વાયરસ (Coronavirus)ના આ કાળમાં લોકો પરેશાન છે. સૌથી વધારે તકલીફ પ્રવાસી મજૂરો ભોગવી રહ્યા છે. લૉકડાઉન (Lockdown) બાદ આર્થિક તંગી અને કામ ન હોવાથી પ્રવાસી મજૂરો (Migrant Workers) પગપાળા જ પોતાના વતન જવા માટે નીકળી પડ્યા હતા. આ લોકોની મદદ માટે સરકારની સાથે સાથે સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિગત લોકો પણ મદદે આવ્યા હતા. સોનૂ સૂદ પછી બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ સતત પ્રવાસી મજૂરોની મદદ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે ફરી એક વખત ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મજૂરો માટે મદદનો હાથ લંબાવ્યો છે.

આ મુશ્કેલ સમયમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન લોકોની મદદ માટે આગળ આવ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે તેમણે છ ચાર્ટર્ડ પ્લેન બૂક કરાવ્યા છે.



પ્રાપ્ત વિગત પ્રમાણે આના માધ્યમથી દરેક ફ્લાઇટમાં 180 પ્રવાસીઓને ઉત્તર પ્રદેશ પહોંચાડવામાં આવશે. જેમાંથી ચાર ફ્લાઇટ આજે એટલે કે 10 જૂનના રોજ અને બે ફ્લાઇટ 11મી જૂનના રોજ રવાના થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્લાઇટ્સ લખનઉ, ગોરખપુર અને વારાણસી માટે હશે.

આજે જે ફ્લાઇટ ઉડવાની છે તેના માટે મજૂરો એરપોર્ટ પહોંચવા લાગ્યા છે. બે દિવસમાં છ ફ્લાઇટ મારફતે આશરે 1,080 લોકોને તેમના વતન પહોંચાડવામાં આવશે.

અમિતાભ બચ્ચને આ પહેલા ઉત્તર પ્રદેશના મજૂરો માટે બસોની વ્યવસ્થા કરી હતી. 29 મેના રોજ તેમણે માહીમ દરગાહ ટ્રસ્ટ અને હાજી અલી દરગાહ ટ્રસ્ટ સાથે મળીને 10 બસ હાજી અલીથી રવાના કરી હતી. આ બસો મારફતે ઉત્તર પ્રદેશના લખનઉ, અલાહાબાદ, ગોરખપુર અને ભદોઈ જેવા જિલ્લા સાથે સંબંધ ધરાવતા 250 મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. બસોમાં મજૂરોના ખાવા-પીવા અને મેડિકલ કીટ સહિતની સુવિધા હતી.

આ પણ વાંચો : SVPમાંથી ચોરી કરતી મહિલા સ્ટાફ ઝડપાઇ, કોવિડ-19 દર્દીઓ માટે વપરાતી સામગ્રીની કરતી હતી ચોરી
First published: June 10, 2020, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading