મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (bollywood actor Akshay Kumar)અને કેટરીના કૈફ સ્ટાર (Katrina Kaif) ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) આ દિવાળીએ સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે. પહેલા અને બીજા દિવસે બમ્પર કમાણી બાદ રોહિત શેટ્ટીની આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર જબદસ્ત કમાણી કરી રહી છે. દિવાળીની લાંબી રજાઓનો ફાયદો ફિલ્મને મળતો દેખાય છે. શુક્રવારે ફિલ્મના પહેલા દિવસે 26 કરોડથી વધારે કમાણી કરી હતી. જ્યારે ફિલ્મના બીજા દિવસે પણ જોરદાર કમાણી રહી હતી.
સૂર્યવંશીની રિલીઝ ડેટ સામે આવ્યા બાદ ફિલ્મને લઈને જરદસ્ત ક્રેઝ બનેલો છે. ફિલ્મને લઈને અક્ષય કુમાર અને કેટરીના કૈફના ફેંસ ખુબ જ એક્સાઈડ હતા. ફિલમને લઈને મેકર્સને પોઝિટિવી રિસ્પોન્સ મળી રહ્યો છે. જ્યાં મુંબઈ અને નાના શહેરોમાં પણ ફિલ્મને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છે. બોક્સ ઓફિસ ઇન્ડિયા પ્રમાણે ફિલ્મે બીજા દિવસે 24.50 કરોડ એકઠાં કર્યા છે.
અક્ષય અને કેટરીનાની ફિલ્મે પહેલા દિવસે 26.29 કરોડનું કલેક્શન કર્યું હતું. જોકે, બીજા દિવસે કમાણીમાં થોડો ઘટાડો આવ્યો છે. પરંતુ રવિવારે ફિલ્મ વધારે સારો બિઝનેસ કરવાની આશા છે. બંને દિવસના કલેક્શન પ્રમાણે અત્યાર સુધી ફિલ્મે 50 કરોડ રૂપિયાને પાર કલેક્શન કર્યું છે. આજે રવિવારે છે એટલે એક્સપર્ટ માની રહ્યા છે કે આજે ફિલ્મ સારી કમાણી કરી લેશે.
બીજા દિવસે ક્યાં કેટલી કરી કમાણી?
બીજા દિવસે કમાણીની વાત કરીએ તો મુંબઈ અને ગોવામાં 4.61 કરોડ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5.23 કરોડ, એનકેમાં 0.17 કરોડ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 4.56 કરોડ, પંજાબમાં 1.29 કરોડ, રાજસ્થાનમાં 1.43 કરોડ, સીઆઈમાં 0.73 કરોડ અને સીપીમાં 1.37 કરોડ, મૈસુરમાં 0.98 કરોડ અને તમીલનાડુમાં 0.18 કરોડ, કેરળમાં 0.06 કરોડ, રિઝામમાં 1.08 કરોડ પશ્વિમ બંગાળમાં 0.90 કરોડ, બિહારમાં 0.51 કરોડ, આસામમાં 0.19 કરોડ, ઓડિસામાં 0.36 કરોડ અને નેપાળમાં 0.20 કરોડની કમાણી કરી છે.
ઈટાઈમ્સ સાથે વાત કરતા ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે જણાવ્યું હતું કે સામાન્ય રીતે લક્ષ્મીના આગલા દિવસે, દરેક ફિલ્મમાં સામાન્ય ઘટાડો નોંધાતો હોય છે. આ વખતે ઘટાડો થાય છે તો એ નામમાત્ર હશે. કારણે ફિલ્મ સારી પકડ બનાવી રહી છે.
સારી બાબત એ છે કે કોરોનાના કારણે આટલી લાંબી ખામોશી બાદ પણ જનતા આટલી મોટી સંખ્યામાં લોકો સિનેમા ઘરોમાં પરત ફરી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે જો દરેક રાજ્યમાં સિનેમાઘર પુરી ક્ષમતા સાથે ખોલવામાં આવ્યા હોત તો કલેક્શન આનાથી પણ જબદસ્ત હોત.
ઉલ્લેખનીય છે કે સૂર્યવંશી ભારતમાં આશરે ચાર હજારથી વધારે સ્ક્રીન ઉપર રિલિઝ થઈ છે. વિદેશમાં આને 1300 સ્ક્રીન ઉપર રિલિઝ કરવામાં આવી છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કેટરીના ઉપરાંત રણવીર સિંહ અને અજય દેવગણ કેમિયો રોલમાં છે.
ફિલ્મમાં ગુલશન ગ્રોવર, સિકંદર ખેર, અભિમન્યુ સિંહ અને જાવેદ જાફરી પણ છે. સૂર્યવંશી રિલાયન્સ એન્ટરટેન્મેન્ટ, રોહિત શેટ્ટી પિક્ચર્સ, ધર્મા પ્રોડક્શન અને કેપ ઓફ ગુડ ફિલ્મે મળીને પ્રોડ્યુસ કર્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર