મુંબઈ : હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ચર્ચામાં રહેનાર બોલિવુડ એક્ટર એઝાઝ ખાને હાલમાં જ ફેસબુક લાઈવ દરમિયાન કઈંક એવું કહી દીધુ કે, તે અચાનક ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યો અને લોકોએ તેની ધરપકડ કરવાની માંગ શરૂ કરી દીધી. એઝાઝે ફેસબુક લાઈવ દરમિયાન કહ્યું કે, 'દેશમાં કીડી મરી ગઈ, તો મુસલમાન જવાબદાર, હાથી મરી ગયો તો મુસલમાનને જવાબદાર ગણાવાય, એટલે કે દરેક વસ્તુ માટે મુસલમાન જવાબદાર છે. આખરે આ ષડયંત્ર કોણ કરી રહ્યું છે, ક્યારે વિચાર્યું તમે લોકોએ'.
એઝાઝના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેની ધરપકડ કરવાની માંગ શરૂ થઈ ગઈ છે. એટલું જ નહીં, આ મામલા બાદ એઝાઝ વિરુદ્ધ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં માનહાની અને અભદ્ર ટિપ્પણી કરવાના આરોપમાં મામલો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ મુંબઈ પોલીસે એઝાઝની ધરપકડ કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે, એક્ટરે હાલમાં જ ફેસબુક લાઈવ પર વિવાાસ્પદ નિવેદન આપ્યું હતું. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે, કોરોના પરથી ધ્યાન હટાવવા માટે આ મામલાને સાંપ્રદાયિકતા સાથે જોડવામાં આવે છે. તેણે કહ્યું કે, જે પણ લોકો આવું કરી રહ્યા છે, તેમને કોરોના થવો જોઈએ. આટલું કહ્યા બાદ એઝાઝ ઉભો થયો અને જતો રહ્યો.પરંતુ, તેના આ નિવેદને સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો.
એજાઝ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકોએ તેની ધરપકડની માંગ શરૂ કરી દીધી. ત્યારબાદ ટ્વિટર પર #એરેસ્ટ_એઝાઝ_ખાન ટ્રેન્ડ થવા લાગ્યું. ત્યારબાદ મુંબઈ પોલીસે એઝાઝ ખાનની ધરપકડ કરી લીધી છે.