Big News : Big B બાદ અભિષેક બચ્ચનને પણ Corona પોઝિટિવ, જણાવ્યા શું હતા Corona લક્ષણ

News18 Gujarati
Updated: July 12, 2020, 12:31 AM IST
Big News : Big B બાદ અભિષેક બચ્ચનને પણ Corona પોઝિટિવ, જણાવ્યા શું હતા Corona લક્ષણ
અભિષેક બચ્ચન (ફાઈલ ફોટો)

બતાવવામાં આવી રહ્યું છે કે, અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચનની સાથે એક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • Share this:
મુંબઈ : હાલમાં જ બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યાના સમાચાર સામે આવ્યા છે. ત્યારબાદ તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમયે તેમણે ટ્વીટ કરી પૂરા પરિવારની કોરોના તપાસ કરવાની જાણકારી પણ આપી હતી. ત્યારબાદ હવે સામે આવ્યું છે કે, તેમની દીકરા અભિષેક બચ્ચનને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

આ વાતની જાણકારી ખૂદ અભિષેક બચ્ચને ટ્વીટ કરી આપી છે. તેમણે બે ટ્વીટ કર્યા છે. અને જણાવ્યું કે, તેમને અને અમિતાભ બચ્ચનને કોરોનાના કેવી પ્રકારના લક્ષણ હતા.

બતાવવામાં આવી રહ્યું છે કે, અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચનની સાથે એક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર મુંબઈમાં વધારે થતો જાય છે. ત્યારે બોલિવૂડના (Bollywood actor) મહાનાયક અમિતાભ બચ્ચનને (amitabh-bachchan) કોરોના પોઝિટિવ (corona positive) થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

શનિવારે અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જાણાકરી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે હું કોરોના સંક્રમિત થયો છું. હોસ્પિટલમાં છું. હોસ્પિટલ પ્રશાસન આ અંગે જાણાકરી આપી રહ્યું છે. પરિવાર અને સ્ટાફમાં પણ કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જોકે તેમના ટેસ્ટ રિપોર્ટનું રિઝલ્ટ આવવાનું બાકી છે.



તાજેતરમાં એમેઝોન પ્રાઈમ વીડિયો (Amazon Prime Video) ઉપર તેમની ફિલ્મ ગુલાબો સિતાબો (Gulabo Sitabo) રિલિઝ થઈ છે. આ તેમની ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર રિલિઝ થનારી પહેલી ફિલ્મ હતી. જેમાં અભિનેતા આયુષ્માન ખુરાના સાથે દેખાયા હતા. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા ટ્વીટર ઉપર ખાસા સક્રિય રહે છે. પોતાની ગતિવિધિઓ પોાતના પ્રશંસકોને પરિચિત કરાવે છે.
Published by: kiran mehta
First published: July 12, 2020, 12:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading