લોકડાઉનના કારણે દિલ્હીમાં ફસાયેલી જયાના બર્થ ડે પર શ્વેતા-અભિષેકે લખી આ વાત

જયા બચ્ચન, અભિષેક અને શ્વેતા

"હું તમારા વગર કંઇ નથી. હેપ્પી બર્થ ડે મા" - જયા બચ્ચનના જન્મદિવસ પર બાળકોએ કર્યા યાદ

 • Share this:
  અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan)નો આજે 72મો જન્મદિવસ છે. પણ તે આ બર્થ ડે પર પોતાના પરિવારથી દૂર છે. જયા બચ્ચન એક સારી પત્ની અને સમર્પિત માંની છબી ધરાવે છે. ત્યારે લોકડાઉનના કારણે જયા બચ્ચન હાલ તેના 72માં જન્મદિવસે પરિવારથી દૂર છે. તેમનો પરિવાર મુંબઇમાં લોકડાઉનમાં બંધ છે. અને તે પોતે દિલ્હીમાં ફસાયેલી છે. માંના જન્મદિવસ પર પોતાના પરિવારથી દૂર જયાએ પુત્ર અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચનને યાદ કરીને તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે. તો બીજી તરફ અભિષેક બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા બચ્ચને પોતાની માતાના જન્મદિવસને ખાસ બનાવવા માટે સોશિયલ મીડિયાની મદદ લીધી છે.

  અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર જયા બચ્ચનની એક ફોટો શેર કરીને તેમને જન્મદિવસની શુભકામના આપી છે. તો પુત્રી શ્વેતાએ પણ પોતાની જૂની તસવીર શેર કરીને પ્રેમ અને જન્મદિવસની શુભકામના આપી હતી. અભિષેક બચ્ચન તેની માંની તસવીર પોસ્ટ કરીને લખ્યું કે દરેક બાળક માટે તેનો ફેવરેટ શબ્દ માં હોય છે. હેપ્પી બર્થ ડે માં. જો કે તમે દિલ્હીમાં છો. અને લોકડાઉન લાગેલો છે. તો અમે બધા મુંબઇમાં છે. પણ અમને તમારી યાદ આવે છે. અને તમે અમારા મનમાં છો. આઇ લવ યૂ.

  ત્યાં જ શ્વેતા બચ્ચને એક જૂનો ફોટો શેર કરતા લખ્યું કે હું મારી સાથે તમારા દિલને લઇને ચાલુ છું. હું તમારા વગર કંઇ નથી. હેપ્પી બર્થ ડે મા, આઇ લવ યુ


  ઉલ્લેખનીય છે કે જયા બચ્ચન બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે. અને તેમણે તેમના કેરિયર દરમિયાન ગુડ્ડી, બાવર્ચી, અભિમાન જેવી અનેક ફિલ્મો કરી પોતાનું અભિનય ક્ષમતાને લોકો આગળ પુરવાર કરી છે. વર્ષ 1963માં તેમને સત્યજીત રેની ફિલ્મ મહાનગરથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. અને જયા બચ્ચન અત્યાર સુધીમાં અનેક ફિલ્મફેર એવોર્ડથી લઇને નામી એવોર્ડ જીતી ચૂકી છે.
  Published by:Chaitali Shukla
  First published: