Home /News /entertainment /#Metoo: સિંગર અભિજીતનો બફાટ, કહ્યું - આ વૃદ્ધ અને રિટાયર થઈ ગયેલી મહિલાઓનું આ કામ

#Metoo: સિંગર અભિજીતનો બફાટ, કહ્યું - આ વૃદ્ધ અને રિટાયર થઈ ગયેલી મહિલાઓનું આ કામ

અભિજીતે કહ્યું કે, આ તમામ (આરોપ લગાવનારી મહિલાઓ) રિટાયર અને વૃદ્ધ થઈ ચુકી છે.

અભિજીતે કહ્યું કે, આ તમામ (આરોપ લગાવનારી મહિલાઓ) રિટાયર અને વૃદ્ધ થઈ ચુકી છે.

    મહિલાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 20 વર્ષ પહેલા એક પબમાં અભિજીતે તેને કિસ કરવાની કોશિસ કરી હતી અને તેનો ડાભો કાન ચાવી નાખ્યો હતો. આ સાથે તેણે આરોપ લગાવ્યો છે કે, અભિજીતે ડાંસ સમયે મારી કમર પકડી તેની તરફ ખેચી અને મારી સાથે ઈંટિમેટ થવાની કોશિસ કરી.

    ન્યૂઝ 18એ જ્યારે આ મુદ્દે અભિજીત ભટ્ટાચાર્ય સાથે વાત કરી તો તેમણે આ આરોપોને ફગાવી દીધા. તેમણે કહ્યું કે, તે આ મહિલાને નથી જાણતા અને તે ક્યારે પણ પોતાની લાઈફમાં કોઈ પબ કે ડિસ્કોમાં ગયા જ નથી.

    ત્યારબાદ તેમને કૈલાસ ખેર પરના આરોપ મુદ્દે પુછવામાં આવ્યું તો, તેમમે સીધુ જ કહ્યું કે, તેમને પરવાહ નથી અને તે આ બધી વાતો જાણવામાં રસ પણ નથી રાખતા.

    અભિજીતે કહ્યું કે, આ તમામ (આરોપ લગાવનારી મહિલાઓ) રિટાયર અને વૃદ્ધ થઈ ચુકી છે. આ એવા લોકો છે જેમણે જિંદગીમાં સફળતા નથી જોઈ, એવા જ લોકો આવી રીતની વાતો કરે છે.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા અભિજીત ભટ્ટાચાર્ય પર 34 વર્ષીય એક મહિલાએ વર્ષ 2015માં છેડછાડનો અને ગાળો ભાંડવાનો આરોપ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના લોખંડવાલામાં એક દુર્ગા પૂજા સમયે થઈ હતી. જેમાં અભિજીત ઓર્ગેનાઈઝિંગ કમિટીમાં સામેલ હતા. ફરિયાદકર્તા ત્યાં કૈલાસ ખેરનું પરફોર્મન્સ જોવા પહોંચી હતી. જોકે, આ મામલાને પણ અભિજીતે ફગાવ્યો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Making, Metoo, Says, બોલીવુડ

    विज्ञापन
    विज्ञापन