Laal Singh Chaddha Vs KGF Chapter 2: હાલમાં ફિલ્મોની રિલીઝ તારીખો એક પછી એક જાહેર કરવામાં આવી છે. લગભગ 2 વર્ષથી રિલીઝ માટે અટવાયેલી અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરિના કૈફ (Katrina Kaif)ની 'સૂર્યવંશી (Sooryavanshi)’ પણ રિલીઝ થઈ ગઈ છે, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે સુપર સ્ટાર અમિર ખાન (Aamir Khan) અને કરીના કપૂર ખાન (Kareena kapoor Khan)ની સૌથી વધુ જેની રાહ જોવાતી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' (Laal Singh Chaddha)ની પણ જાહેરાત કરવામાં આવી છે. નવી રિલીઝ ડેટ સાથે, આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' તથા યશની 'KGF2' સાથે ટકરાવા માટે તૈયાર છે.
એવા અહેવાલો પહેલાથી જ હતા કે, 2022માં, આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' એ જ દિવસે રિલીઝ થશે જે દિવસે સાઉથ સુપરસ્ટાર યશની 'KGF 2' હશે. આ કારણે બંને ફિલ્મોમાં જબરદસ્ત મુકાબલો થવાની આશા છે. બંને ફિલ્મોની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને હવે કરીના કપૂરની એક જાહેરાતથી આ અહેવાલો પર પણ મહોર લાગી ગઈ છે.
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર 'લાલ સિંહ ચઢ્ઢા'નું પોસ્ટર શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. જે મુજબ 'લાલ સિંહ ચઢ્ઢા' 14 એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપવા માટે તૈયાર છે. ફિલ્મનું પોસ્ટર શેર કરતાં કરીના કપૂર ખાને લખ્યું- 'અમે અમારી ફિલ્મનું નવું પોસ્ટર અને નવી રિલીઝ ડેટ તમારી સાથે શેર કરતાં ખૂબ જ ખુશ છીએ.'
રસપ્રદ વાત એ છે કે 'KGF 2' પણ તે જ દિવસે સિલ્વર સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. KGF એ પહેલાથી જ થિયેટરોમાં ઘણો હોબાળો મચાવ્યો હતો અને હવે KGF 2 પાસેથી પણ એવી જ અપેક્ષાઓ છે. KGF 2 વિશે વાત કરીએ તો, તેનું નિર્દેશન સેલાર ફેમ ડિરેક્ટર પ્રશાંત નીલ કરી રહ્યા છે.
KGFનો પહેલો ભાગ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો. માત્ર દક્ષિણમાં જ નહીં, હિન્દી બેલ્ટમાં પણ આ એક્શન ડ્રામાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આવી સ્થિતિમાં તેનો બીજો ભાગ પણ શરૂઆતથી જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેતા સંજય દત્ત અને રવિના ટંડન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર