મુંબઈ. આમિર ખાન (Aamir Khan) કોરોના વાયરસથી સંક્રમિત (Coronavirus Positive) થઈ ગયા છે. છેલ્લા થોડા દિવસમાં રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ વાજપેયી જેવા અનેક મોટા સ્ટાર્સ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આમિર ખાનના પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું છે કે તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ (Covid Test Positive) આવ્યા બાદ પોતાને ઘરમાં ક્વૉરન્ટિન (Home Quarantine) કરી દીધા છે. સાથોસાથ તેઓ હાલમાં તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે.
આમિર ખાનના પ્રવક્તાએ નિવેદન જાહેર કરીને કહ્યું કે, મિસ્ટર આમિર ખાનનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ ઘરે છે અને સેલ્ફ ક્વૉરન્ટિનમાં છે. તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે. તેઓ સંપૂર્ણપણે ઠીક છે. એ તમામ લોકો જે છેલ્લા થોડાક દિવસોમાં તેમની સાથે સંપર્કમાં આવ્યા છે, મહેરબાની કરી જરૂરી સાવધાની રાખે અને પોતાનો ટેસ્ટ કરાવે. આપ સૌની પ્રાર્થનાઓ માટે આભાર.
Aamir Khan has tested positive for COVID-19. He is at home in self-quarantine, following all the protocols and he’s doing fine. All those who came in contact with him in the recent past should get themselves tested as a precautionary measure: Spokesperson of Aamir Khan. pic.twitter.com/85j4MDmadr
કોરોના વેક્સીન આવ્યા બાદ ધીમે-ધીમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પોતાની રફ્તાર પકડી હતી અને શૂટિંગ શરૂ થયા હતા. પરંતુ છેલ્લા થોડાક દિવસોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને અનેક બોલિવૂડ એક્ટર તેની ઝપટમાં આવી ચૂક્યા છે. એક દિવસ પહેલા જ કાર્તિક આર્યને પોતાને કોરોના થયો હોવાની વાત સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. બીજી તરફ એક્ટર રણબીર કપૂર પણ હાલના દિવસોમાં પોઝિટિવ આવ્યા બાદ સેલ્ફ ક્વૉરન્ટિન છે.
નોંધનીય છે કે, આમિર ખાને 14 માર્ચે પોતાનો 56મો જન્મદિવસ સેલીબ્રેટ કર્યો અને બીજા જ દિવસે પ્રશંસકોનો આભાર માનવાની સાથે જ આમિરે તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટને હંમેશા માટે અલવિદા કહી દીધી. આમિરે કહ્યું કે હવે તે પોતાના પ્રશંસકો સાથે એવી જ રીતે સંપર્ક કરશે જેવું તેઓ પહેલા કરતા હતા.આમિર હાલના દિવસોમાં ફિલ્મ લાલસિંહ ચડ્ડાની તૈયારીમાં લાગેલો છે. આ ફિલ્મ 24 ડિસેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર