આમિર ખાને કોઈને કહ્યા વગર PM-Cares અને CM રાહત ફંડમાં આપ્યું દાન, આ રીતે ખબર પડી

News18 Gujarati
Updated: April 7, 2020, 7:35 PM IST
આમિર ખાને કોઈને કહ્યા વગર PM-Cares અને CM રાહત ફંડમાં આપ્યું દાન, આ રીતે ખબર પડી
બોલિવુડ કલાકાર આમિર ખાન (ફાઈલ ફોટો)

આ સિવાય આમિર ખાન કેટલાક ફિલ્મ વર્કર એસોશિએશન અને એનજીઓને પણ દાન આપી ચુક્યા છે.

  • Share this:
મુંબઈ : કોરોના વાયરસ અને તેના કારણે લાગેલા લોકડાઉનના આ સમયમાં બોલિવુડના કલાકારો પણ મદદ માટે હાથ લંબાવી રહ્યા છે. જ્યાં અક્ષય કુમારે પૂરા 25 કરોડ ડોનેશન આપ્યું તો, શાહરૂખ ખાને પણ દાનની રકમ જણાવ્યા વગર 7 અલગ-અલગ પ્રકારે મદદ શરૂ કરી. આ બાજુ સલમાન ખાને 25000 રોજ કમાઈ ખાતા વર્કરોને મદદમાં લાગ્યો છે. પરંતુ આ બધા વચ્ચે અત્યાર સુધી આમિર ખાનની દાનની જાણકારી સામે આવી ન હતી. પરંતુ હવે ખુલાસો થયો કે, તેણે પોતાનું નામ જાહેર કર્યા વગર પીએમ કેયર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપ્યું છે.

હિન્દુસ્તાન ટાઈમ્સે સૂત્રોના હવાલે સમાચાર આપ્યા છે કે, આમિર ખાને ખુલાસો કર્યા વગર પીએમ કેયર્સ અને સીએમ રાહત ફંડમાં દાન આપ્યું છે. આ સિવાય આમિર ખાન કેટલાક ફિલ્મ વર્કર એસોશિએશન અને એનજીઓને પણ દાન આપી ચુક્યા છે. આ સાથે તે આ લોકડાઉનમાં પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચડ્ડા સાથે જોડાયેલા ડેઈલી વર્કરોની મદદ પણ કરી રહ્યા છે.

જોકે, આમિર ખાને હજુ સુધી પોતાના દાનનો ખુલાસો કર્યો નથી. તમને જણાવી દઈએ કે, ભારત સહિત દુનિયાભરમાં જીવલેણ કોરોના વાયરસનોકહેર ચાલુ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4421 થઈ ગઈ છે. તેમાંથી 3981 એક્સટિવ કેસ છે.

24 કલાકમાં કોરોનાના 354 મામલા સામે આવ્યા છે. દેશની વિભિન્ન હોસ્પિટલમાં 3851 સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે. તો 326 લોકોને સારવાર બાદ સ્વસ્થ્ય થવા પર હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અને એક વ્યક્તિ વેદેશ જતો રહ્યો. કુલ મામલામાં 66 વિદેશી નાગરીકો પણ સામેલ છે.
First published: April 7, 2020, 7:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading