આમિર ખાનના બોડીગાર્ડનો પગાર કોઈ કંપનીના CEOઓ કરતા પણ વધારે, રકમ સાંભળીને થઈ જશો હેરાન

આમિર ખાન તેના બોડીગાર્ડને વાર્ષિક 2 કરોડ રૂપિયા આપવામાં આવે છે.

આમિર ખાનના (Amir khan)ની સિક્યોરિટીનું કામકાજ યુવરાજ ધોરપડે (Yuvraj Ghorpade) સંભાળે છે. 16 વર્ષની ઉંમરે શાળા છોડી દેનાર અમીરનો બોડીગાર્ડ સુરક્ષામાં સામેલ થઈ ગયો હતો.

  • Share this:
    મુંબઈ: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan)ની માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ફેન્સ તેના મનપસંદ હીરોની ઝલક મેળવવા માટે કંઈપણ કરવા માટે તૈયાર થઈ જાય છે. તેમના મનપસંદ અભિનેતાને જોઈને, ચાહકો તેમની સાથે ફોટોગ્રાફ અને ઓટોગ્રાફ લેવા દોડી જાય છે. આ કારણે ઘણી વખત અભિનેતા માટે ઘણી તકલીફ પડે છે. આવા સમયે, તેના બોડીગાર્ડ તેને ભીડમાંથી બચાવે છે અને કોઈક રીતે તેને બહાર લઈ જાય છે. આમિરની સુરક્ષામાં રોકાયેલા તેના બોડીગાર્ડનું નામ યુવરાજ ગોરપડે (Yuvraj Ghorpade) છે.

    ફિલ્મ સ્ટાર્સની સુરક્ષામાં બોડીગાર્ડ મહત્વની ભૂમિકા ભજવે છે. ફિલ્મના પ્રમોશનથી લઈને જાહેર સ્થળે દરેક જગ્યાએ યુવરાજ આમિર ખાનને પડછાયાની જેમ રક્ષણ આપતો રહે છે. આમિર જેવા સુપરસ્ટારને ભીડમાંથી બચાવવો સહેલો નથી. આ કામ કરવાના બદલામાં, અભિનેતાઓ તેમના બોડીગાર્ડને જોરદાર પગાર પણ આપે છે. યુવરાજની વાર્ષિક આવક સાંભળીને તમારા હોશ ઉડી જશે. મીડિયા અહેવાલો અનુસાર, યુવરાજ ગોરપાડેની આવક વાર્ષિક 2 કરોડ રૂપિયા છે.

    Aamir khan, kiran rao, Aamir khan son Azaad Rao Khan, Aamir khan in Airport, Aamir khan Photos, आमिर खान, किरण राव
    આમિરખાન તેના બોડીગાર્ડ સાથે તસવીર- Viral Bhayani


    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવરાજ બોડી બિલ્ડર બનવા માંગતો હતો, પરંતુ આમિર ખાન સાથે કામ કરવાનું શરૂ કર્યું. 16 વર્ષની ઉંમરે શાળા છોડી દેનાર યુવરાજ એક સિક્યોરિટી કંપનીમાં જોડાયો હતો, બાદમાં આમિરની સુરક્ષા ટીમનો ભાગ બન્યો હતો.

    આ પણ વાંચો: Sonu Soodના ઘર અને મુંબઈ ઓફિસ પર ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ ત્રાટકી

    એક અહેવાલ અનુસાર, યુવરાજે મીડિયા સાથે વાત કરતા ખુલાસો કર્યો હતો કે, શાળા છોડ્યા બાદ તે આજીવિકા માટે કામ કરી રહ્યો હતો. યુવરાજના કહેવા મુજબ, તેના મિત્રોને હવે ઈર્ષ્યા થઈ છે કે, હું હંમેશા આમિર ખાન સાથે ફરું છું.

    બોલીવુડ એક્ટર આમિરખાનની ફાઈલ તસવીર


    માત્ર યુવરાજ જ નહીં, શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ સિંહને પણ પગાર જોરદાર રકમ મળે છે. અનુષ્કા શર્માના બોડીગાર્ડ સોનુ, દીપકા પાદુકોણના બોડીગાર્ડ જલાલ અને સલમાન ખાનના બોડીગાર્ડ શેરાને પણ મજબૂત પગાર મળે છે. સલમાનનો બોડીગાર્ડ શેરા કોઈ સેલિબ્રિટી જેટવો જ પ્રખ્યાત છે. અને તેના પર સલમાન ખાને એક ફિલ્મ પણ બનાવી છે.

    ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
    Published by:kuldipsinh barot
    First published: