આમિર ખાનના 25 વર્ષથી ‘પડછાયો’ રહેલા અમોસનું નિધન, બોલિવૂડમાં શોકનો માહોલ

News18 Gujarati
Updated: May 13, 2020, 1:11 PM IST
આમિર ખાનના 25 વર્ષથી ‘પડછાયો’ રહેલા અમોસનું નિધન, બોલિવૂડમાં શોકનો માહોલ
અમોસની તબીયત બગડતાં આમિર અને કિરણ રાવ તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા, પણ હાર્ટ અટેક આવતા થયું મોત

અમોસની તબીયત બગડતાં આમિર અને કિરણ રાવ તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા, પણ હાર્ટ અટેક આવતા થયું મોત

  • Share this:
મુંબઈઃ ગયા મહિને બોલિવૂડે બે દિગ્ગજ અભિનેતાઓ ઈરફાન ખાન અને ઋષિ કપૂરને ગુમાવી દીધા હતા. બીજી તરફ હવે ઇન્ડસ્ટ્રીથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. બોલિવૂડ એક્ટર આમિર ખાન (Aamir Khan)ના આસિસ્ટન્ટ (Assistant) અમોસ (Amos) નું નિધન થયું છે. અમોસ અને આમિરનો સાથ ઘણો લાંબો હતો, જેના કારણે એક્ટરને તેમના મોતનો ઊંડો આઘાત પણ લાગ્યો છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીમાં તેમના નિધનના સમાચારથી શોક છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ અમોસ છેલ્લા 25 વર્ષથી આમિરના આસિસ્ટન્ટ હતા. તેમની ઉંમર 60 વર્ષ હતી અને તેમની તબીયત અચાનક બગડી હતી. ત્યારબાદ આમિર ખાન, તેમની પત્ની કિરણ રાવ અને તેમની ટીમ તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈને ગયા હતા.

મળતી જાણકારી મુજબ, અમોસનું મોત હાર્ટ અટેકના કારણે થયું છે. 60 વર્ષીય અમોસ હોલી ફેમિલી હૉસ્પિટલમાં દાખલ હતા અને અહીં જ તેમણે છેલ્લા શ્વાસ લીધા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમના નિધનની જાણકારી આમિર ખાનની સાથે ફિલ્મ લગાનમાં કામ કરી ચૂકેલા કરીમ હાજીએ આપી છે. તેઓએ જણાવ્યું કે અમોસ સવારે અચાનક પડી ગયા હતા, ત્યારબાદ આમિર, કિરણ રાવ અને તેમની ટીમે તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

અમોસ હાલમાં જ દાદા બન્યા હતા. તેઓ પોતાની પાછળ પત્ની અને બે દીકરા છોડી ગયા છે. કરીમ હાજીએ પીટીઆઈને જણાવ્યું કે અમોસે આમિર ખાન જેવા સુપરસ્ટાર સોથ કામ કરતા હતા પરંતુ તેઓ વ્યવહારે ખૂબ સરળ હતા. તેઓ ખૂબ જ સારા માણસ હતા. મહેનતુ હોવાની સાથે અમોસ એક ઉત્સાહી વ્યક્તિ હતા.

આ પણ વાંચો, ‘ઋષિ કપૂર છેલ્લા શ્વાસ સુધી હૉસ્પિટલના સ્ટાફને હસાવતા રહ્યા’, કપૂર પરિવારે આવી રીતે કર્યા યાદ

કરીમ હાજીએ વધુમાં જણાવ્યું કે, તેમનું નિધન એટલા માટે ચોંકાવનારું છે કારણ કે તેમને કોઈ બીમારી નહોતી પરંતુ તેમની તબીયત અચાનક બગડી. તેઓએ જણાવ્યું કે અમોસના નિધનના સમાચાર મળતાં અમિર અને કિરણ બંને ખૂબ દુઃખી છે. આમિરે અમને એક સંદેશ મોકલ્યો હતો અને કહ્યું હતું કે તે ખોટ ક્યારેય પુરાય તેવી નથી. અમે ખૂબ ઉદાસ છીએ, અમે તેમને યાદ કરીશું.


બીજી તરફ, વિરલ ભયાણીએ પણ અમોસની તસવીરો શૅર કરીને તેમના નિધનની જાણકારી આપી છે. ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટમાં અમોસના મોતને આમિર ખાન માટે મોટું નુકસાન માનવામાં આવે છે.

આ પણ વાંચો, ફાલ્ગુની પાઠકે પડોશીઓ માટે બાલ્કનીમાં ઊભા રહી ગાયું આ મધુરું ગીત
First published: May 13, 2020, 1:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading