આમિર ખાન-કિરણ રાવ કરોડોની સંપત્તિના માલિક છે, બંનેએ જબરદસ્ત કરી છે કમાણી

આમિર ખાન અને કિરણ રાવ કરોડોની સંપત્તિના માલિક

કિરણ રાવ અને આમિર ખાન ભલે એક બીજાથી અલગ થઈ ગયા હોય, પરંતુ બંને કરોડોની સંપત્તિના માલિક છે.

 • Share this:
  મુંબઇ : કિરણ રાવ અને આમિર ખાન ભલે એક બીજાથી અલગ થઈ ગયા હોય, પરંતુ બંને કરોડોની સંપત્તિના માલિક છે. કિરણ ફિલ્મ નિર્માતા, પટકથા લેખક અને દિગ્દર્શક હોવા ઉપરાંત ઘણી એનજીઓ સાથે પણ સંકળાયેલી છે. સમાચાર અનુસાર કિરણની કુલ સંપત્તિ લગભગ 40 મિલિયન ડોલર છે, જ્યારે આમિર ખાન લગભગ 1, 532 કરોડની સંપત્તિ કમાઈ ભેગી કરી ચુક્યો છે.

  કિરણ રાવ પાસે પોતાનું આલીશાન ઘર અને ગાડીઓ છે. જોકે, તે સ્પષ્ટ નથી કે, તેની પાસે કેટલી કાર અને કેટલા મકાન છે. ત્યારે, આમિર ખાનની દરેક ફિલ્મ હિટ થઈ જાય છે. આમિર એટલે જ મીસ્ટર પરફેક્શનિસ્ટ માનવામાં આવે છે, એટલે તે ખુબ ઓછી ફિલ્મો કરે છે. તેની એક જ ફિલ્મ બોલિવૂડની ઘણી ફિલ્મોને પાછળ પાડી દે છે. આમિર એક કુશળ અભિનેતા હોવા ઉપરાંત પ્રોડ્યુસર અને દિગ્દર્શક પણ છે.

  acknowledge.comના રિપોર્ટ અનુસાર, આમિર ખાનની નેટવર્થ લગભગ 1532 કરોડ હોવાનું કહેવાય છે. અભિનય અને ફિલ્મો નિર્માણ ઉપરાંત અનેક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ તે કમાય છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લગભગ 12 કરોડ રૂપિયા ફી લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર તેની એક ફિલ્મ માટે 85 કરોડ લે છે. આમિર જે પ્રોજેક્ટમાં કામ કરે છે તે સોનાની જેમ કમાણી કરી આપે છે.

  આમિર ખાન મુંબઇમાં લગભગ 18 કરોડના લક્ઝરી હાઉસનો માલિક છે. આ સિવાય દેશના અનેક રાજ્યોમાં પણ સંપત્તિ ધરાવે છે. કદાચ બહુ ઓછા લોકો જાણે હશે કે, આમિર ખાન કારનો પણ શોખીન છે. તેની પાસે 15 કરોડની 9 લક્ઝરી કાર છે, જેમાં ફોર્ડ, મર્સિડીઝ બેન્ઝ, ઓડી જેવી ઘણી બ્રાન્ડની કાર છે.

  આમિર ખાનની ફિલ્મો, જેણે લીક થયા વગર કરોડોની કમાણી કરી છે. એક રિપોર્ટ અનુસાર, 'દંગલ' ફિલ્મે જ લગભગ બે હજાર કરોડની કમાણી કરી હતી. આમિર ખાને '3 ઇડિઅટ્સ', 'લગાન', 'પીપલી લાઈવ', 'તારે ઝમીન પર', 'પીકે' જેવી મહાન ફિલ્મો કરી છે. આમિરની દરેક ફિલ્મ, જે પોતાને દરેક રોલ માટે સંપૂર્ણતાના સ્તરે લઈ જાય છે, એને તે એક અલગ થીમ પર જ હોય છે.

  આમિર ખાન ભાગ્યે જ ફિલ્મ જગતની પાર્ટીઓમાં ભાગ લે છે. એવોર્ડ સમારોહમાં પણ નથી જતા. તેને 4 વખત નેશનલ એવોર્ડ મળી ચુક્યો છે. તે પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવી ચુક્યા છે.
  Published by:kiran mehta
  First published: