Home /News /entertainment /

Oscar 2022 માટે 'શેરની' અને 'સરદાર ઉધમ' થઈ નોમિનેટ, વધી Academy Awards જીતવાની આશા

Oscar 2022 માટે 'શેરની' અને 'સરદાર ઉધમ' થઈ નોમિનેટ, વધી Academy Awards જીતવાની આશા

Oscar 2022 માટે 'શેરની' અને 'સરદાર ઉધમ' થઈ નોમિનેટ

15 સભ્યોની આ જ્યુરી સંયુક્ત રીતે ફિલ્મ પસંદ કરશે જે આગામી વર્ષે 94મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ભાષા કેટેગરી માટે સ્પર્ધા કરશે.

    કોરોનાને કારણે બોલિવૂડ (Bollywood) સૌથી વધુ પ્રભાવિત થયું છે. લોકડાઉન (Lockdown) ને કારણે થિયેટરો બંધ થઈ ગયા અને પછી ધીમે ધીમે ફિલ્મોના શૂટિંગ અને રિલીઝની તારીખો પણ ઠંડી પડી જવા લાગી. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય સિનેમામાં સારી ફિલ્મોનું નિર્માણ થતું રહ્યું. આ જ કારણ છે કે, ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા (Film Federation of India)ની 15 સભ્યોની જ્યુરીએ એકેડમી એવોર્ડ્સ (Academy Awards)માં ભારતની એન્ટ્રી માટે 14 ફિલ્મોને શોર્ટલિસ્ટ કરી. 15 સભ્યોની જ્યુરીની અધ્યક્ષતા શાજી એન.કરણે કરી હતી.

    15 સભ્યોની આ જ્યુરી સંયુક્ત રીતે ફિલ્મ પસંદ કરશે જે આગામી વર્ષે 94મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ભાષા કેટેગરી માટે સ્પર્ધા કરશે. અંતિમ પસંદગી માટે કોલકાતામાં જ્યુરી સભ્યો દ્વારા કુલ 14 ફિલ્મો દર્શાવવામાં આવે છે. જ્યુરી આ તમામ 14 ફિલ્મોને જોશે અને શ્રેષ્ઠ ફિલ્મ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી પસંદ કરશે.

    આ 14 ફિલ્મોમાં મલયાલમ ફિલ્મ નાયટુ, તમિલ ફિલ્મ મંડેલા, હિન્દી ફિલ્મોમાં વિદ્યા બાલનની 'શેરની' અને તાજેતરમાં રિલીઝ થયેલી વિક્કી કૌશલની 'સરદાર ઉધમ સિંહ' પણ સામેલ છે. બંને ફિલ્મો એમેઝોન પર રજૂ કરવામાં આવી હતી. 94મો એકેડેમી એવોર્ડ આવતા વર્ષે 27 માર્ચે યોજાનાર છે.

    ફિલ્મ 'શેરની' ની વાત કરીએ તો અમિત વી માસૂરકર દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. વિદ્યા બાલન ફિલ્મમાં ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકા ભજવે છે અને માણસનો શિકાર કરનાર વાઘને પકડવાનો પ્રયત્ન કરે છે. બીજી બાજુ, વિક્કી કૌશલની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સરદાર ઉધમ સિંહ' સરદાર ઉધમ સિંહની કહાની કહે છે, જેમણે 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે એક બ્રિટિશ અધિકારીને ગોળી મારી હતી. આ ફિલ્મનું નિર્દેશન શૂજિત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચોBollywood Interesting Story: આ અભિનેતાઓએ જો સરકારી નોકરી ન છોડી હોત, તો કેવો હોત સિનેમાનો ઇતિહાસ?

    તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે જોસ પેલિસેરીના નિર્દેશનમાં બનેલી મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટુને ઓસ્કરમાં મોકલવામાં આવી હતી. જોકે, આ ફિલ્મ ઓસ્કાર જ્યુરીની અંતિમ યાદીમાં સ્થાન મેળવી શકી ન હતી
    Published by:kiran mehta
    First published:

    Tags: Oscar Award, Sardar Udham, Vidya balan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन