આજથી ગોવામાં 52મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ શરૂ, પહેલીવાર OTT પ્લેટફોર્મ પણ સામેલ થશે

ગોવામાં 52મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ

હેમા માલિની (Hema Malini) અને ગીતકાર પ્રસૂન જોશી (Prasoon Joshi)ને ભારતીય ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર એવોર્ડ (Indian Film Personality of the Year Award)થી સન્માનિત કરવામાં આવશે.

 • Share this:
  એશિયાનો સૌથી જૂનો અને ભારતનો સૌથી મોટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (International Film Festival) શનિવાર એટલે કે આજથી ગોવામાં શરૂ થવા જઈ રહ્યો છે. આજથી 8 દિવસના આ ફેસ્ટિવલમાં OTT પ્લેટફોર્મ પહેલીવાર ભાગ લઈ રહ્યા છે. 28 નવેમ્બર સુધી ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઉજવાશે. હોલીવુડ ફિલ્મ દિગ્દર્શકો ઇસ્તવાન ઝાબો અને માર્ટિન સ્કોર્સીસને ઉત્સવમાં સત્યજીત રે લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ (Satyajit Ray Life T ime Achievement Award)થી સન્માનિત કરવામાં આવશે. તો, હેમા માલિની (Hema Malini) અને ગીતકાર પ્રસૂન જોશી (Prasoon Joshi)ને ભારતીય ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર એવોર્ડ (Indian Film Personality of the Year Award)થી સન્માનિત કરવામાં આવશે.

  મોટા OTT પ્લેટફોર્મ આમંત્રિત

  આ 52મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ છે. OTT પ્લેટફોર્મ ફેસ્ટિવલમાં પ્રથમ વખત ભાગ લેવા જઈ રહ્યા છે, જેના માટે Netflix, Amazon Prime, Zee5, Voot અને Sony Liv જેવા મોટા OTT પ્લેટફોર્મને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ગોવા રાજ્ય સરકાર અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના સહયોગથી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ડાયરેક્ટોરેટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલ્સ (DFF) દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે.

  IFFI 5 દાયકાથી ચાલી રહ્યું છે

  IFFI પાંચ દાયકાથી ચાલી રહી છે. 52માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સત્યજીત રેની કેટલીક ફિલ્મો દર્શાવવામાં આવશે. EFFI ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશન સાથે જોડાયેલ છે. દર વર્ષે ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ભારત અને વિશ્વભરની શ્રેષ્ઠ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે છે. આ દરમિયાન, એકેડેમી એવોર્ડ્સ, 2022 માટે ભારતની એન્ટ્રી, તમિલ ફિલ્મ 'કોઝાંગલ' ભારતીય પેનોરમા સેગમેન્ટમાં દર્શાવવામાં આવશે.

  સિનેમેટિક કન્ટેન્ટને કરશે એમેઝોન

  OTT પ્લેટફોર્મ ભારતમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયું છે. આ કારણે ઘણી વેબ સિરીઝ અને ફિલ્મો ઓટીટી પર રિલીઝ થઈ છે જેને ખૂબ પસંદ કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે આ ફેસ્ટિવલમાં OTT પ્લેટફોર્મ સાથે જોડાવા અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે અમેઝોન ઓરિજિનલ ફિલ્મ છોરી પણ બતાવવામાં આવશે. એમેઝોન પ્રાઇમ વિડિયો આના દ્વારા સિનેમેટિક કન્ટેન્ટને પણ પ્રમોટ કરશે.

  આ પણ વાંચોકૃષિ બિલ પાછુ ખેચવા પર બોલિવુડ સેલેબ્સે શું આપી પ્રતિક્રિયા, જુઓ - તમામ ડિટેલ્સ

  ઘણી રસપ્રદ ફિલ્મો બતાવવામાં આવશે

  આ વર્ષના ઉત્સવમાં ઘણી રસપ્રદ ફિલ્મો પણ બતાવવામાં આવશે. ગોવામાં આયોજિત ફિલ્મ ફેસ્ટિવલ દેશના 99% પિન કોડને આવરી લે છે.
  Published by:kiran mehta
  First published: