મુંબઈ. બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પોતાના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra pornography Case)ની ધરપકડ બાદથી સમાચારોમાં છવાયેલી છે. અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને વિવિધ એપ્સમાં પ્રસારિત કરવાના આરોપમાં 19 જુલાઈથી જેલની હવા ખાઈ રહેલા રાજ કુન્દ્રાની મુશ્કલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. કુન્દ્રાની ધરપકડ બાદ પોલીસે તેમની કંપની અને તેમની વિરુદ્ધ અનેક પુરાવા મળ્યા છે. હાલમાં સરકારી વકીલે બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)ને જણાવ્યું કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ (Mumbai Crime Branch)એ રાજ કુન્દ્રા (Raj Kundra)ની બે એપ્સમાંથી 51 અશ્લીલ ફિલ્મોને જપ્ત કરી છે.
રાજ કુન્દ્રા પોર્ન કેસ (Raj Kundra porn Case) માં સરકારી વકીલ અરૂણા પઈ (Public Prosecutor Aruna Pai)એ શનિવારે કોર્ટમાં કહ્યું કે, હોટશોટ એપથી 51 અશ્લીલ અને આપત્તિજનક ફિલ્મો જપ્ત કરી છે. વકીલે કહ્યું કે આ ફિલ્મોનો સીધું કનેક્શન રાજ કુન્દ્રા સાથે છે. રાજ કુન્દ્રા (Raj Kundra) અને રાયન થોર્પ (Ryan Thorpe)ની ધરપકડ કેમ કરવામાં આવી તેના વિશે પણ સરકારી વકીલે સ્પષ્ટતા કરી.
અરૂણા પઈએ કોર્ટને જણાવ્યું કે, રાજ કુન્દ્રા પોતાના પાર્ટનરની સાથે મળી આ વોટ્સએપ ગ્રુપની ચેટ્સને ડિલીટ કરી રહ્યા હતા, એટલું જ નહીં તેઓ આ કેસ સાથે જોડાયેલા બીજા પુરાવાઓને પણ નષ્ટ કરી રહ્યા હતા. તેથી પોલીસને તેમની ધરપકડ કરવી પડી.
ઉલ્લેખનીય છે કે, રાજ કુન્રાષ્ અને રાયન થોર્પને ક્રાઇમ બ્રાન્ચે ઇન્ડિયન પીનલ કોડની કલમ 420 (છેતરપિંડી), 34 (કોમન ઇન્ટેન્શન), 292 અને 293 (અશ્લીલતા અને અભદ્રતા) ઉપરાંત ઇન્ફોર્મેશન એક્ટની સંબંધિત કલમોમાં ધરપકડ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર