દીપિકા પાદુકોણે ઇન્સ્ટા અને ટ્વિટર પર બદલ્યું પોતાનું નામ, હવે તેનું છે આ નામ

દીપિકા પાદુકોણે ઇન્સ્ટા અને ટ્વિટર પર બદલ્યું પોતાનું નામ, હવે તેનું છે આ નામ
દીપિકા પાદુકોણ

દીપિકાએ પોતાની ડિસ્પ્લે ઇમેજ પણ બદલી છે અને તેણે ફિલ્મથી પોતાની અને શાહરૂખ ખાનની તસવીર ડિસ્પ્લેમાં મૂકી છે. ઓમ શાંતિ ઓમથી તેને જોરદાર ખ્યાતિ મળી હતી.

 • Share this:
  બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ બોલિવૂડમાં ડેબ્યૂને 13 વર્ષ પૂર્ણ કર્યા છે. સોમવારે દીપિકાની ડેબ્યૂ ફિલ્મ ઓમ શાંતિ ઓમ (OM shanti Om)એ 13 વર્ષ પૂર્ણ કર્યા. દીપિકાએ આ અચીવમેન્ટને સેલિબ્રેટ કર્યું અને સાથે જ તેમણે આ વાતને અનોખી રીતે ઉજવવા માટે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર પોતાનું નામ બદલેને શાંતિપ્રિયા રાખ્યું છે. આ ડેબ્યૂ ફિલ્મમાં દીપિકા પાદુકોણનું નામ શાંતિપ્રિયા હતું.

  દીપિકાએ પોતાની ડિસ્પ્લે ઇમેજ પણ બદલી છે અને તેણે ફિલ્મથી પોતાની અને શાહરૂખ ખાનની તસવીર ડિસ્પ્લેમાં મૂકી છે. ઓમ શાંતિ ઓમથી તેમને જોરદાર ખ્યાતિ મળી હતી. લોકોને તેની સુંદરતાના તો ફેન થયા જ હતા સાથે જ આ ફિલ્મમાં લોકોને દીપિકાની એક્ટિંગ પણ ગમી હતી.  આ ખાસ મૂવમેન્ટને યાદ કરવા માટે દીપિકાએ ઇન્સ્ટા અને ટ્વિટરમાં પોતાનું નામ બદલ્યું છે. દીપિકા પાદુકોણના ફેન્સ પણ આ વાતથી ખૂબ જ ઉત્સાહિત છે. અને અનેક લોકો તેના વખાણ કરી રહ્યા છે. આ વાતને ઉજવણી માટે એક કોમન ડિસ્પ્લે પિક્ચર પણ તેના પ્રશંસકોએ લગાવ્યું હતું.


  દીપિકા આજે તેના ડેબ્યૂ પછી પિકૂ, મસ્તાની, પદ્માવતી, જેવા અલગ અલગ રોલ કરીને તેની બહુમુખી પ્રતિભાને રૂપેરી પડદે પુરવાર કરી છે. દીપિકા સુંદર તો છે પણ તેની એક્ટિંગના પણ અનેક લોકો ફેન છે. 13 વર્ષોમાં દીપિકા ખરેખરમાં એક અભિનેત્રીના રૂપમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. હાલમાં જ તેમની આવેલી ફિલ્મ છપાકમાં પણ તેમની ઉદ્ધભૂત એક્ટિંગ જોવા મળી હતી.

  વધુ વાંચો : નાના વેપારીઓ માટે ખુશખબર! હવે કોઇ ગેરંટી વગર Paytm આપશે 5 લાખ રૂપિયા સુધીની લોન

  અને આગામી સમયમાં પણ દર્શકો તેની દમદાર પરફોર્મન્સને જોવા ખૂબ જ ઉત્સાહિત છે. ઓમ શાંતિ ઓનથી દીપિકાએ ભારતીય સિનેમામાં પદાર્પણ કર્યું હતું. ભલે આ તેમની પહેલી ફિલ્મ હોય પણ તેમને આ પહેલી ફિલ્મથી જ અનેક એવોર્ડ મળ્યા હતા.  આ 13 વર્ષોમાં દીપિકાએ તમામ મોટા અને જાણીતા ડાયરેક્ટર અને એક્ટર સાથે કામ કર્યું છે. અને બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ સાબિત કરી છે.

  દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ લોકપ્રિય છે.  અને 13 વર્ષોમાં તે  બોલિવૂડની ટોપની અભિનેત્રી બની ચૂકી છે. આટલા સમય પછી ફરી એકવાર આવનારા સમયમાં તે શાહરૂખ ખાન સાથે પઠાણ ફિલ્મમાં ફરી નજરે પડશે.
  Published by:Chaitali Shukla
  First published:November 09, 2020, 20:17 pm