Home /News /entertainment /બોલ્ડનેસના ચક્કરમાં એક્ટ્રેસે પાર કરી તમામ હદ, ઈન્ટરનેટનું વધાર્યુ તાપમાન!
બોલ્ડનેસના ચક્કરમાં એક્ટ્રેસે પાર કરી તમામ હદ, ઈન્ટરનેટનું વધાર્યુ તાપમાન!
Photo: @bhumipednekar
ભૂમિ પેડનેકરની લેટેસ્ટ ફોટોમાં તેણીએ પોતાનો એક એવો લુક ફ્લોન્ટ કર્યો છે જેને જોઈને લોકો ચોંકી ગયા છે. એક્ટ્રેસના આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં ભૂમિ હદથી વધારે બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.
વિક્કી કૌશલ અને કિયારા અડવાણીની સાથે 'ગોવિંદા નામ મેરા' ફિલ્મમાં જોવા મળેલી ભૂમિ પેડનેકરના માથે ચઢેલો બોલ્ડનેસનો નશો ઉતરી જ નથી રહ્યો. એક્ટ્રેસ અવાર-નવાર એવા કપડાં પહેરે છે જેને જોઈને એવું દેખાઈ રહ્યુ છે જાણે તેણી શરીરના અમુક ભાગને ઢાંકવા પૂરતો જ કપડાંનો ઉપયોગ કર્યો છે. વળી, હેવ ભૂમિએ હાલમાં જ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં એક્ટ્રેસ કેમેરા સામે એવા કપડાં પહેરીને પોઝ આપી રહી છે જેને જોઈને ફેન્સ ચોંકી ગયા છે. હાલ, એક્ટ્રેસના લેટેસ્ટ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
કપડાં જોઈ ચોંકી ગયા ફેન્સ!
ભૂમિ પેડનેકરે લેટેસ્ટ ફોટોશૂટમાં સિલ્વર કલરના પજામા સાથે સિલ્વર કલરની બ્રા પહેરેલી જોવા મળે છે. તેની સાથે જ એક્ટ્રેસે ખભા પર ક્રિમ કલરનું શાઇનિંગ કોટ નાખેલો છે. એક્ટ્રેસનો આ રિવિલિંગ લુક જોઈને ફેન્સ ચોંકી ગયા છે.
ભૂમિ પેડનેકરે આ ફોટોશૂટ 'બાઝાર મેગેઝિન' માટે કરાવ્યુ છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ આ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ભૂમિના ક્યારેક ખભા પર કોટ નાખીને તો ક્યારેક તેને ખભા પરથી ઉતારીને કાતિલ પોઝ આપી રહી છે.
ભૂમિએ આ વેસ્ટર્ન ડ્રેસની સાથે ગળામાં હેવી ગોલ્ડન કલરની જ્વેલરી પણ પહેરેલી છે. આ સાથે કાનમાં ગોળ આકારની ઇયરિંગ પણ પહેરેલી છે. આ તસવીરો ભૂમિએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં તેણીએ કેપ્શનમાં લખ્યુ છે- 'બપ્પી લહેરીના ટ્રિબ્યૂટ'. જણાવી દઈએ કે, ભૂમિ પેડનેકર જલ્દી 'ભીડ' ફિલ્મમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ 24 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં ભૂમિ સિવાય દિયા મિર્ઝા, કૃતિકા કામરા, રાજકુમાર રાવ અને આશુતોષ રાણા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર