Home /News /entertainment /ધર્મેન્દ્રને કારણે એક ન થઇ શક્યા બોબી દેઓલ અને નીલમ કોઠારી! 5 વર્ષ સુધી કર્યું હતું ડેટિંગ
ધર્મેન્દ્રને કારણે એક ન થઇ શક્યા બોબી દેઓલ અને નીલમ કોઠારી! 5 વર્ષ સુધી કર્યું હતું ડેટિંગ
બ્રેકઅપનો નિર્ણય અમે બંનેએ મળીને લીધો હતો અને તેમાં કોઇ ત્રીજાને બ્લેમ ન કરી શકાય
બોબી દેઓલ (Bobby Deol) અને નીલમ કોઠારી (Neelam Kothari) અંગે એવી ચર્ચાઓ છે તેઓ એકબીજાનાં ગળાડૂબ પ્રેમમાં હતાં અને તેમનાં સંબંધોને એક નામ આપવાં ઇચ્છતા હતાં પણ ભાગ્યને કંઇક અલગ જ મંજૂર હતું.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્રેકઅપ અને પેચઅપ ઘણી સામાન્ય વાત છે. 80-90નાં દાયકામાં દિલો પર રાજ કરનારી એક્ટ્રેસ નીલમ કોઠારી (Neelam Kothari) ક્યારેક એક્ટર બોબી દેઓલ (Bobby Deol)ની સાથે લવ અફેર (Bobby Deol and Neelam Kothari Lvoe Affair) અંગે ચર્ચામાં હતી. 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ તેઓ એક બીજાથી અલગ થઇ ગયા હતાં. આ વાત ઘણાં ઓછા લોકો જાણે છે કે, નીલમ કોટારીની સાથે બોબી દેઓલ સિરિયસ રિલેશનશિપમાં હતો. પણ વાત લગ્ન સુધી પહોંચી ન શકી. આ પાછળનું કારણ ધર્મેન્દ્ર (Dharmendra) માનવામાં આવે છે.
બોબી દેઓલ (Bobby Deol) અને નીલમ કોઠારી (Neelam Kothari) અંગે એવી ચર્ચાઓ છે કે, બંને એક-બીજાને ખુબજ પ્રેમ કરે છે અને તેમનાં સંબંધોને અંજામ સુધી પહોંચાડવા માંગતા હતાં પણ ભાગ્યને કંઇ બીજુ જ મંજૂર હતું. એવી વાતો હતી કે, બોબી દેઓલનાં પિતા ધર્મેન્દ્ર આ રિલેશનશિપની વિરોધમાં હતાં તે નહોતા ઇચ્છતા કે તેમનું કોઇ પણ સંતાન બોલિવૂડ એક્ટ્રેસ સાથે પરણે. અને આખરે બોબી દેઓલ અને નિલમ કોઠારી અલગ થઇ ગયા. તેમનાં તુટેલાં સંબંધ પર તેઓએ ક્યારેય વાત નથી કરી. પણ હાલમાં એક ઇન્ટરવ્યૂંમાં નીલમે ચુપ્પી તોડી છે અને તેનાં તુટેલાં સંબંધ અંગે વાત કરી છે.
જેમાં નીલમે કહ્યું છે કે, બ્રેકઅપનો નિર્ણય અમે બંનેએ મળીને લીધો હતો અને તેમાં કોઇ ત્રીજાને બ્લેમ ન કરી શકાય. હા આ સત્ય છે કે, હું અને બોબી અલગ થઇ ગયા. મને મારી પર્સનલ લાઇફ અંગે વાત કરવી પસંદ નથી પણ જ્યારે ખોટી ખબર આવે છે ત્યારે બોલવું પડે છે.
નીલમે કહ્યું કે, 'કોઇપણ મામલે અલગ થવું પિડાદાયક હોય છે તેણે કહ્યું કે, એક લાંબા રિલેશનશિપ બાદ જ્યારે અલગ થઇએ તો ઇમોશંસની સર્જરી થઇ હોય તેમ લાગે છે. તેની હિલિંગ પ્રોસેસ ધીમી હોય છે. જ્યારે આ સર્જરી હેલ્ધી માહોલમાં હોય કે આપ જેટલી ઇમાનદારીથી અલગ થાઓ તેટલી જલદી તમે તમારા દર્દમાંથી બહાર આવી શકો છે. આ દરમિયાન સમય જ એવી વસ્તુ છે જે દરેક દર્દ ઓછુ કરી દે છે. આ માટે તમારી અંદરથી તાકાત આવે છે.'
જ્યારે નિલમને પુછવામાં આવ્યું કે, શું ધર્મેન્દ્ર કે પ્રકાસ કૌરે બોબીને કંઇ કહ્યું હતું? તે સવાલ પર નીલમે કહ્યું કે, 'મને નથી ખબર તેમણે બોબીએને કંઇ કહ્યું હતું કે નહીં. કારણ કે આ વિશે બોબી મને કંઇ જણાવ્યું ન હતું કે ન મે તેને પુછ્યું હતું.' આ અમારા બંનેનો નિર્ણય હતો.
આપને જણાવી દઇએ કે, નીલમ કોઠારીનો જન્મ હોંગ કોંગમાં થયો હતો. 80-90નાં દાયકામાં તે ડિરેક્ટરની પહેલી પસંદ હતી. ઓડિયન્સ પણ તેને ખુબજ પસંદ કરતી હતી. બોબી દેઓલ સાથે રિલેશનશિપ તુટ્યાં બાદ નીલમનાં જીવનમાં સીર સોની આવ્યો. તેની સાથે લાંબા સમયનાં ડેટિંગ બાદ તેમણે લગ્ન કરી લીધા. તેમને એક દીકરી છે જેનું નામ અહાના છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર